Aapnu Gujarat
ગુજરાત

થરા ખાતે વાળીનાથ મહાદેવ મંદિરે શિવરાત્રિનો મેળો યોજાયો

કાંકરેજ તાલુકા વેપારી મથક થરા કે જ્યાં વર્ષો જુનું સ્થિત વાળીનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીનો મેળો ભરાયો હતો જેમાં બાળકોથી લઈ આબાલ – વૃદ્ધો આવ્યા હતાં.
ઉલ્લેખનીયછે કે, જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન મથુરાથી દ્વારકા જતાં હતાં ત્યારે રાત્રિના સમયે વિશ્રામ કરવા અહીં રોકાયા હતા અને તેમની સાથે ગૌ પાલકો પણ રોકાયા હતાં.શ્રીકૃષ્ણ ભગવાને ત્યારે અહીં ઝાઝાવડા મહાદેવની સ્થાપના કરી હતી ભરવાડ સમાજનું આસ્થાનું પ્રતિક એવું વાળીનાથ મહાદેવ મંદિર તેમજ સમગ્ર ગૌપાલક સમાજની ગુરૂગાદી પણ અહીં છે ત્યારે આ તીર્થધામ પ્રત્યે સૌ કોઇને શ્રદ્ધા છે. આ વાળીનાથ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના સમયનું હોવાનું મનાય રહ્યું છે જેમાં વાળીનાથ તેમજ તેમના મહંતશ્રીના દર્શનનો લાભ લેવા સૌ ભાવિ ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડે છે. આજે મહાશિવરાત્રીના દિવસે વાળીનાથના મંદિરે ડી.જે.ના તાલે ભોલેનાથના ગુંજથી શિવાલયના મંદિરો ગુંજી ઉઠયાં તેમજ પ્રજાપિતા બ્રમ્હાકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા અનોખા કેમ્પશ્‌નું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ઓમ શાંતિની બહેનો દ્વારા વિવિધ પ્રકારનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
(તસવીર / અહેવાલ :- મોહમંદ ઉકાણી, કાંકરેજ, બનાસકાંઠા)

Related posts

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પાંચ પીઆઈની બદલી

aapnugujarat

शाह का दावा : १५० से ज्यादा सीटों बनाएंगी बीजेपी

aapnugujarat

તળાજાના નેસીયા ખાતેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1