Aapnu Gujarat
ગુજરાત

રાધનપુરમાં વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો

શ્રી કરણી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બી.જે.ગઢવી બી.એડ કોલેજમાં જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સેલ,પાટણ દ્વારા વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ટીમના સામાજિક કાર્યકર મહેશ સોલંકીએ ભાવિ શિક્ષકોને વ્યસન ન કરવા આહવાન કર્યું તેનાથી થતા નુકશાન અને બરબાદીનું ચિત્ર રજૂ કરી સમાજ સામે લાલ આંખ બતાવી હતી. તમાકુ છોડાવવાના ઉપાયો સૂચવી દરેક નાગરિકના સુંદર જીવનની મનોકામના કરી હતી અને વ્યસનની મજા મોતની સજા “ધુમ્રપાન એકને મજા અનેકને સજા જેવા સૂત્રો આપ્યા હતા. કાઉન્સેલર શાંતિલાલ વણકરે વ્યસન અંગેના પ્રશિક્ષણાર્થીઓના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રો.ભાવેશ પ્રજાપતિએ કર્યું હતું. ધવલભાઈએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી. કોલેજ પરિવારનો સહકાર રહ્યો હતો.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

गोधावी नहर में सरखेज के ३ युवक डूबे : एक की मौत

aapnugujarat

શહેરમાં ૬૬૫ ટન જેટલા માટી અને કચરાનો નિકાલ

aapnugujarat

ઉંઝામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1