Aapnu Gujarat
બ્લોગ

પારસીઓના અંતિમ સંસ્કાર કેમ થાય એ ખબર છે !!!!

દુનિયામાં હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ જેવા અનેક ધર્મો છે અને આ ધર્મના લોકો મોટી સંખ્યામાં છે. આપણને આ દરેક ધર્મના લોકોના રીતરિવાજો ખબર હશે પણ આપણાંમાંથી ઘણાં લોકોને પારસી ધર્મ અને તેમના રીતિરિવાજોની કે પછી આ સમુદાયના લોકોની અંતિમ વિધિ એટલે કે અંતિમ સંસ્કાર વિશે કંઈ જ જાણકારી નહીં હોય, તો ચાલો આ આર્ટીકલમાં જાણીએ કે પારસી લોકોનાં મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે.
પારસી સમુદાયના લોકો બહુ વર્ષોથી ભારતમાં સ્થાયી થયા છે, એમણે જ્યારે ભારતમાં પ્રવેશ કર્યો ત્યચારે તેમને કિનારા પર જ રોકી દેવામાં આવ્યા હતાં અને એક રાજા તેઓને મળવા માટે ત્યાં ગયા અને તેમણે આ લોકોને કહ્યું કે, તમે અહીં નહીં રહી શકો ત્યારે આ સમુદાયના કેટલાક લોકોએ રાજા પાસે દૂધનો ગ્લાસ મંગાવવા કહ્યું અને તેમાં થોડી સાકર ભેળવી તેઓએ કહ્યું કે, રાજા અમે દૂધમાં જેમ સાકર ભળી એમ તમારી સાથે હળીમળીને રહીશું ત્યારથી આ સમુદાયના લોકો ભારતમાં રહી રહ્યા છે.
પારસી ધર્મનો ૧૭ ટકા સમુદાય મુંબઈમાં રહે છે. વર્ષ ૧૬૬૧માં જ્યારે પારસી સમાજ મુંબઈમાં રહેવા લાગ્યો હતો ત્યારે મુંબઈમાં તેમના માટે એક અલગ જગ્યા બનાવવામાં આવી છે ત્યાં જે માણસનું મૃત્યુ થાય તેની અંતિમ વિધિ પણ કરવામાં આવે છે. આ જગ્યા મલબારહિલમાં ટાવર ઓફ સાયલન્સના નામે ઓળખવામાં આવે છે. આ જગ્યા આમ તો એક બગીચા જેવી લાગે છે પણ અહીં પારસીઓના શબની અંતિમ વિધિ કરવામાં આવે છે. પારસી ધર્મમાં કોઈપણું મૃત્યુ થાય તો તેમને સળગાવવામાં આવતા નથી, દફનાવાતા નથી કે પછી નદીમાં પણ મૂકી દેવાતા નથી. આ ધર્મના લોકો બીજા ધર્મના લોકોથી એકદમ અલગ જ છે.
પારસી લોકો તેમની અંતિમ વિધિની પરંપરાને ટકાવી રાખવા માટે ગીધ ઉપર નિર્ભર છે. વર્તમાન સમયમાં ગીધોની ઘટતી સંખ્યા પણ આ ધર્મના લોકો માટે મુશ્કેલીની વાત બની છે કારણ કે પારસીઓ અગ્નિને શાશ્વત ઈશ્વર માને છે એટલે તેઓ અગ્નિની પૂજા કરે છે. આ સમુદાયમાં કોઈ મૃત્યુ પામે તો તેના મૃત શરીરને એક ટાવર પર ખુલ્લુ લટકાવી દેવામાં આવે છે, પછી એ મૃત શરીરને ગીધ પોતાનું ભોજન બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, જો પારસી ધર્મની કોઈ છોકરી બીજા સમાજના છોકરા સાથે લગ્ન કરે તો તેને અને તેના બાળકોને પારસી મંદિર અને અંતિમ સંસ્કારની જગ્યાએ ધ ટાવર ઓફ સાઈલન્સમાં જવા દેવાતા નથી. દર વર્ષે લગભગ ૮૫૦ પારસીઓના મોત થાય છે જેની સામે ૨૦૦ બાળકો જન્મ લે છે.

Related posts

સોલા સિવિલ હોસ્પિ.ના ડેપ્યુટી નર્સિંગ સુપ્રિ. વાસંતી પરમારનો સેવાયજ્ઞ કાબિલેદાદ

editor

પંચમહાલમાં બિરાજતા ડેઝરનાથ મહાદેવ

editor

म्यांमार में तख्ता—पलट

editor

Leave a Comment

UA-96247877-1