Aapnu Gujarat
ગુજરાત

રાણકપુર નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત

કાંકરેજ તાલુકાના રાણકપુર નજીક નેશનલ હાઇવે ઉપર તેલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બંને ગાડીઓનાં ડ્રાઈવરો બચી ગય હતાં અને બીજી કોઈ ોટી જાનહાનિ ટળી ગઈ હતી.અકસ્માતમાં બંન્ને વાહનોને ભારે નુકસાન થયું છે. ટેન્કરમાં તેલ હોવાથી લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ રાણકપુર નજીક નેશનલ હાઈવે નંબર-૨૭ ઉપર વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ નંખાવા માટે જઈ રહેલી ટ્રક અને ટ્રેલર સામસામે અથડાતાં ધડાકા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલાં લોકોને સ્થાનિકોએ થરા રેફરલ હોસ્ટિપલ ખસેડ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)

Related posts

અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો આરોગ્ય વિભાગનો “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો

aapnugujarat

ભાજપ ઉમેદવાર અક્ષય પટેલે કરજણ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

editor

સાણંદમાં સામાજિક સમરસતા શહેરનાં તેજસ્વી છાત્રોનું સન્માન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1