Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

લાદેનના ગઢ તોરાબોરા પર હવે આઈએસનું પ્રભુત્વ

એકબાજુ ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓને મોટી પીછેહઠનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બીજી બાજુ અફઘાનિસ્તાનના તાલિબાનને પછડાટ આપીને આઈએસે ઓસામા બિન લાદેનના ગઢ રહી ચુકેલા તોરાબોરા ઉપર કબજો જમાવી લીધો છે. અફઘાનિસ્તાનના જુદા જુદા વિસ્તારોમાં આઈએસના આતંકવાદીઓ પ્રભુત્વ જમાવી રહ્યા છે. એક સમયે અફઘાનિસ્તાનની તોરાબોરાની પહાડીઓ ઉપર અલકાયદાના લીડર ઓસામા બિન લાદેનનું પ્રભુત્વ હતું પરંતુ હવે આઈએસે તેના ઉપર કબજો જમાવી લીધો છે. તોરાબોરા અફઘાનિસ્તાનના પૂર્વીય નાનગરહાર પ્રાંતમાં સ્થિત છે.
અફઘાનિસ્તાનના અધિકારીઓએ આ અંગેની માહિતી આપતા કહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી આઈએસ અફઘાનિસ્તાનના મજબૂત ગઢ તરીકે છે. આઈએસ ૨૦૧૫થી જ તાલિબાન ત્રાસવાદીઓને ખદેડીને કબજો જમાવી ચુક્યો છે. અફઘાનિસ્તાનમાં આઈએસ દ્વારા જાળ બિછાવવાની બાબત માત્ર અફઘાન સરકાર માટે જ નહીં બલ્કે ભારત, પાકિસ્તાન અને ઇરાન માટે પણ ખુબ પરેશાન કરનાર ઘટનાક્રમ તરીકે છે. ભારત અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવા માટે તથા વિકાસને વધારવા માટે જુદા જુદા પ્રોજેક્ટોમાં વ્યસ્ત છે. ભારત અફઘાનિસ્તાનમાં કેટલાક અન્ય પ્રોજેક્ટોમાં પણ વ્યસ્ત છે. લશ્કરી નિષ્ણાતોએ પહેલા પણ શંકા વ્યક્ત કરી હતી કે, ઇરાક અને સિરિયામાં હારી ગયા બાદ આઈએસ કેન્દ્રીય એશિયામાં પોતાની જડને મજબૂત કરવાના પ્રયાસમાં છે. અફઘાન સરકાર પહેલાથી જ તાલિબાન સામે લડત ચલાવી રહી છે. અફઘાન તાલિબાન ઉપરાંત પાકિસ્તાનના અન્ય ત્રાસવાદી સંગઠનો સામે પણ લડત ચલાવી રહી છે. હવે આઈએસનું પ્રભુત્વ વધી રહ્યું છે કે, અફઘાનિસ્તાન સરકાર સામે વધુ જટિલ સમસ્યા ઉભી થવાના સંકેત દેખાઈ રહ્યા છે.

Related posts

કોરોના-રસીના ડોઝનો વૈશ્વિક આંકડો ૧-અબજ પર પહોંચ્યો

editor

Hong Kong ‘Umbrella movement’ protest leader Joshua Wong released from prison

aapnugujarat

‘No ceasefire plans’ in Afghanistan : Taliban

aapnugujarat

Leave a Comment

UA-96247877-1