અખાત કટોકટી વચ્ચે અમેરિકા અને કતાર વચ્ચે એફ-૧૫ ફાઇટર જેટ વિમાનો માટે ૧૨ અબજ ડોલરની સમજુતી થઇ છે. આ સમજુતી પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન જીમ મેટીસ અને તેમના કતારના સમકક્ષ ખાલિદ અલ અતિયા દ્વારા સમજુતી પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે. પેન્ટાગોન દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. પેન્ટાગોને વધુ માહિતી આપતા કહ્યુ છે કે ત્રાસવાદને ટેકો આપવાનો આક્ષેપ કરીને કતાર સાથે અનેક અખાત દેશો સંબંધ તોડી ચુક્યા છે. કતાર સાથે રાજદ્ધારી સંબંધ તોડી નાંખવામાં આવ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સાઉદી અરેબિયાના નેતૃત્વમાં કતાર સાથે સંબંધ તોડી નાંખવાની અખાતી દેશોની હિલચાલને ટેકો આપ્યો હતો. જો કે હવે અમેરિકી અધિકારીઓ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમેરિકી અધિકારીઓ વધારે સાવધાન થયેલા છે. કટોકટીનો અંત લાવવા માટે મંત્રણાની વાત કરવામાં આવી રહી છે. ૧૨ અબજ ડોલરની આ સમજુતીથી કતાર લશ્કરી ક્ષેત્રમાં વધારે શક્તિશાળી બની જશે. સિક્યુરિટી ઓપરેશન ક્ષમતા તેની વધી જશે.
ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ સહિત પારસ્પરિક સુરક્ષા ચિંતાના પાસા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પેન્ટાગોન દ્વારા સમજુતીના મામલે વધારે વિગત આપવામાં આવી નથી. સમજુતીના ભાગરૂપે ૩૬ યુદ્ધ વિમાનો હોઇ શકે છે. અમેરિકા અને કતાર વચ્ચે આ સમજુતીના સામે અખાતી દેશો વાંધો ઉઠાવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે કતાર પર ત્રાસવાદને ટેકો આપવાના આક્ષેપ થઇ રહ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ