Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી કોચી મેટ્રોનું શનિવારે ઉદ્‌ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કોચીમાં પ્રથમ ઓફિશિયલી પેસેન્જર મેટ્રો ટ્રેનનું ઉદ્ધાટન કરવાના છે. આ માટેની મોટા ભાગની વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. જોકે, હવે આ કાર્યક્રમ વિશે સોશિયલ મીડિયા ઉપર સ્ટેજ ઉપર કોણ બેસશે અને કોણ નહીં બેસે તે વાતને લઈને વિવાદ થઈ ગયો છે. ઉદ્ધાટનના આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર વડાપ્રધાન સાથે બેસનારના લિસ્ટમાં ઈ.શ્રીધરનનું નામ હોવાથી એક નવો વિવાદ ઊભો થયો છે.કોચી મેટ્રો રેલ બનાવવાની શરૂઆત ૨૦૧૨માં કરવામાં આવી હતી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ ટાસ્ક સમાન હતો ત્યારે મેટ્રો મેન તરીકે પ્રખ્યાત ઈ. શ્રીધરનને આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. હવે જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે અને ૧૭ જૂને તેનું ઉદ્ધાટન રાખવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન સાથે સ્ટેજ પર બેસવામાં ઈ. શ્રીધરનના નામની બાદબાકી કરી દેવામાં આવી છે. જેથી સોશિયલ મીડિયા પર શ્રીધરનના સમર્થકોએ આ વિશેની ચર્ચા શરૂ કરી છે. જોકે, આ વિશે શ્રીધરનને ખુલાસો કરતા કહ્યું છે કે, આમાં કઈ અજુગતુ નથી અને મને આ વાત સ્વીકાર્ય છે.મેટ્રો રેલના ઉદ્ધાટનમાં સ્ટેજ ઉપર કોણ બેસશે અને કોણ નહીંનો વિવાદ થયો છે ત્યારે કોચી મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારી ઈલિયાસ જ્યોર્જે ખુલાસો કર્યો છે કે તેમણે સ્ટેજ પર બેસનાર ૧૪ લોકોનું એક લિસ્ટ ફાઈનલ કર્યું છે. આ લિસ્ટમાં શ્રીધરનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફાઈનલ લિસ્ટ પીએમઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ લિસ્ટ બનાવવામાં લોકલ ઓફિસરની કોઈ ભૂમિકા નથી.

Related posts

स्कूल बसों में हो सिर्फ महिला कर्मचारीः प्रकाश जावड़ेकर

aapnugujarat

૨૦૧૭માં ખાડા યમરાજ બન્યાં : ૩૫૯૭ લોકોનાં મોત

aapnugujarat

ઝારખંડમાં સામૂહિક આત્મહત્યાનાં બનાવથી સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1