Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એમ્પ્લોયી પ્રોવિડન્ડ ફંડ(પીએફ) સંબંધિત નિયમોમાં અનેક ફેરફાર કરાયા

એમ્પ્લોયી પ્રોવિડન્ડ ફંડ સાથે સંબંધિત નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ફેરફારની તમારા પર શું અસર થશે?
વિડ્રોઅલ પર નિયંત્રણ
નિવૃત્તિ પહેલા ઇપીએફના પૈસા ઉપાડવાની અનેકવાર જરૂર પડે. કેટલાંક વર્ષો પહેલા ઇપીએફઓનો નિયમ હતો કે બાળકોના લગ્ન, હાયર એજ્યુકેશન અને મકાન ખરીદવા માટે પીએફની કેટલીક રકમ ઉપાડી શકાય છે. પરંતુ ઇપીએફઓના નવા નિયમ અનુસાર સેવા છોડ્યાના એક મહિના બાદ જ મેમ્બર્સ ૭૫ ટકા રકમ ઉપાડી શકે છે અને ૨ મહિના બાદ બાકીની ૨૫ ટકા રકમ ઉપાડી શકો છો.
ઇક્વિટીમાં વૃદ્ધિ
અત્યાર સુધી ઇપીએફે ફકિસ્ડ ઇનકમ ઇન્સ્ટ્રૂમેન્ટમાં રોકાણથી જ રિટર્ન મેળવી શકાયું. ત્રણ વર્ષ પહેલા ઇપીએફે સ્ટૉક માર્કેટમાં એન્ટ્રી કરી અને ૫ ટકા શેરને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્‌સમાં રોક્યા. તે પછી તેમાં ૧૫ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં કર્મચારીએ પોતાના શેર માંથી વધુ હિસ્સો ઇક્વિટીઝમાં રોકવાની છૂટ મળે છે.
યુનિટમા રૂપમાં પીએફ બેલેન્સ
ગત વર્ષે ઇપીએફઓએ ઇક્વિટીઝમાં રોકાસ સાથે સંબંધિત એકાઉન્ટિંગ પોલીસીમાં ફેરફાર કર્યાં. ઇટીએફમાં રોકેલા શેર જલ્દી સબસ્ક્રાઇબર્સના એકાઉન્ટમાં યુનિટ તરીકે આપવામાં આવશે. આ યુનિટ્‌સના ફંડ માંથી નિકાળ્યા બાદ રીડીમ કરી શકાય છે. તમામ સબસ્ક્રાઇબર્સના બે એકાઉન્ટ હશે, ફિક્સ્ડ ઇનકમ અને ઇક્વીટી. આ ઉપરાંત સબસ્ક્રાઇબર્સને ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવેલી રકમને ત્રણ વર્ષ સુધી ટાળવાનો વિકલ્પ પણ મળશે.
ઇપીએસમાં ફેરફાર
ઇપીએફ સાથે ચાલતી ઇપીએસ સ્કીમમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. હાલ દર મહિને ૧૫ હજાર રૂપિયા કમાતા કર્મચારીને નિવૃત્તિ બાદ દર મહિને ૧ હજાર રૂપિયા માસિક પેન્શન મળે છે. ઇપીએસમાં ૧૦ વર્ષો સુધી યોગદાન બાદ તમામ મેમ્બર્સ પેનઅશનના હકદાર બની જાય છે.
વધુ આવક, વધુ યોગદાન
કર્મચારીના વેતનના માળખામાં ફેરફારનો ઇપીએફ પર સીધી અસર પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર એલાઉન્સિસીને કર્મચારીના વેતનના ૫૦ ટકા નક્કી કરવા ઇચ્છે છે. જો મૂળ આવકમાં વધારો થાય તો અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓ ઉપરાતં ઇપીએફમાં પણ હિસ્સો વધશે.
ઓનલાઇન સર્વિસથી સરળતા
ઇપીએફઓએ ઓનલાઇન સર્વિસીઝ આપીને સબસ્ક્રાઇબરને સરળતાથી પોતાનું કામ કરવાની સુવિધા આપી છે. યુનિવર્સલ એકાઉન્ટ નંબર આપવાથી વિડ્રોઅલ અને એકથી વધુ એકાઉન્ટ લિંક કરવા સરળ બન્યા છે.
અન્ય બચત યોજનાની સરખામણીમાં ઇપીએફ ટેક્સ બેનિફિટનો લાભ આપે છે. રોકાણકારના રોકાણ પર ઇનકમ ટેક્સ છૂટ ઉપરાંત રિટર્ન પણ ઇનકમ ટેક્સથી મુક્ત છે. ૮.૫૫ ટકા વ્યાજ દર અન્ય સરકારી ઉપકરણો કરતા વધુ છે.

Related posts

દેશભરમાં ૫૩૯ ચાઈલ્ડ કેર સંસ્થાને તાળા વાગ્યા

aapnugujarat

ભારતીય સેનામાં સ્વદેશી ‘ઘનુષ’ તોપનો સમાવેશ

aapnugujarat

તેજ પ્રતાપે પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ સામે બાંયો ચઢાવી

editor

Leave a Comment

UA-96247877-1