Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીનની ખેરાતથી પાક. સિંધુ નદી પર બનાવશે અસંખ્ય બંધ

પાકિસ્તાન સરકાર ગિલગિટ-બાલ્તિસ્તાનમાં સિંધુ નદી પર બંધના બાધકામનો આગામી વર્ષથીઆરંભ કરશે. આ માટે ચીન નાણાકીય સહાય પૂરી પાડનાર છે.પાકિસ્તાનના યોજનાપ્રધાન એહસાન ઈકબાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન સિંધુ નદીએ બંધની શ્રૃખંલા ઉભી કરશે. આ વિસ્તાર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં છે. ભારત પણ આ બંધો અંગે વાંધો ઉઠાવે છે. વિવાદાસ્પદ વિસ્તાર હોવાને લીધે એકેય આંતરરાષ્ટ્રીય એજન્સી પાકિસ્તાનને ભંડોળ આપવા તૈયાર નથી. પાકિસ્તાને જોકે આ માટે ચીન તરફ દ્રષ્ટિ દોડાવી છે. જોકે તેનાથી ભારત સાથે સંબંધો વણસવાની શક્યતા છે.મીડિયા અહેવાલ પ્રમાણે ચીનની વન બેલ્ટ વન રોડ યોજના પછી પાકિસ્તાનના મનમાં આ ઓરતા જાગ્યા છે. બીજીબાજુ ચીન પણ આ રીતે આધુનિક સિલ્ક રોડ બનાવવાની ઈચ્છા ધરાવે છે. આ યોજનામાં એશિયાને યુરોપ અને આફ્રિકા સાથે જોડીને વેપાર માટે નવો માર્ગ ખુલ્લો મુકાશે.

Related posts

અમેરિકાએ ભારતની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો

editor

મક્કામાંથી પવિત્ર ઝમઝમ પાણી લઈ જવા પર પ્રતિબંધ

aapnugujarat

काबुल के पुल-ए-चरखी रोड पर विस्‍फोट, 6 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1