Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા પોલીસ અને હિંમતનગર લો કોલેના સંયુક્ત સહકારથી ‘‘અકસ્માત નિવારણ’’ અને ‘‘સ્વચ્છતા’’કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિકે સુચના આપેલ કે હાલ અંબાજી માતાજીના દર્શન કરવા લોકો પગપાળા સંઘ લઈને જતા હોઈ તેમને અકસ્માત ના નડે તે માટે લોકોમાં જાગૃતિ લાવવી, તેના અનુસંધાને આજે સવારે હિંમતનગર લો કોલેજનાં પ્રિન્સિપાલ ડૉ. પંડ્યા તથા પ્રોફેસરો અને લો કોલેજના વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓ સાથે હિંમતનગર સીટી ટ્રાફિક/ હાઇવે ટ્રાફિક / હેડક્વાર્ટર સ્ટાફનાઓ મોતીપુરા સર્કલ ખાતે મા અંબાજીના દર્શને જતા લોકોને પગપાળા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતોથી વાકેફ કરવામાં આવેલ. તેમજ પગપાળા ચાલતા ભક્તજનોના થેલા પાછળ રીફલેક્ટર લગાવવામાં આવેલ અને વાહનોની પાછળ પણ રિફ્લેક્ટર લગાવવામાં આવેલ અને પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત જિલ્લા પોલીસ સાબરકાંઠા દ્વારા પગપાળા ચાલતા દર્શનાર્થીઓ માટે વિસામાનું આયોજન કરેલ હોઈ ત્યાં જઈ લો કોલેજના વિદ્યાર્થીઓ / વિધાર્થિનીઓ દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ તેમજ સ્વછતા અભિયાન અંતર્ગત પોલીસ કર્મચારીઓ અને લો કોલેજ સ્ટાફ દ્વારા કચરો વીણી લઈને કચરા પેટીમાં નાંખેલ. લોકોમાં જાગૃતિ લાવવા માટે ઉપરોક્ત કાર્યક્રમો કરવામાં આવેલ હતા.


(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

સાબરમતી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત

aapnugujarat

અમદાવાદમાં રથયાત્રાને લઇને તડામાર તૈયારી અંતિમ તબક્કામાં

aapnugujarat

સરકાર લોકોના બંધારણીય હક પર તરાપ મારી રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1