Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરના પાણપુર પાટીયા વિસ્તારમાં ગંદકીથી સ્થાનિકો પરેશાન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા પાણપુર પાટીયા વિજાપુર રોડ પાસે પુષ્કળ પ્રમાણમાં ગંદકી ફેલાઈ રહી છે. પાણપુર પાટિયા વિસ્તાર સવગઢ ગ્રામ પંચાયત હદમાં આવતું હોવાથી પંચાયત દ્વારા ગંદકી દૂર કરવામાં આવતી નથી તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં ગંદકી જોવા મળે છે અને સવગઢ ગ્રામ પંચાયત દ્વારા ગંદકી દૂર કરવા માં આવતી નથી ગંદકી જોતા તો એવું માની શકાય છે કે જો તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરવામાં નહીં આવે તો તે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે તો શું સવગઢ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી આ બાબતને લઇ મૌન છે ? પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરવામાં નહીં આવે તો રોગચાળો પણ ફાટી નીકળવાની શક્યતા છે. આ બાબતે સ્થાનિક લોકોનું કહેવું છે કે વારંવાર તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતમાં પણ જાણ કરવા છતાં તંત્ર દ્વારા ગંદકી દૂર કરવામાં આવતી નથી. હવે જોવું રહ્યું સવગઢ ગ્રામ પંચાયતના પદાધિકારી કેટલા સમયમાં સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સપનું પૂરું કરશે અને રોગચાળામાં ભોગ બનનારને અટકાવશે તે જોવું રહ્યું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ફી નિયમન અંગે ચુકાદાને ભરત પંડ્યાનો આવકાર

aapnugujarat

૨૦ વર્ષ જૂના કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની ધરપકડ

aapnugujarat

ગુજરાતમાં બેવડી સિઝનના લીધે લોકો પરેશાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1