Aapnu Gujarat
ગુજરાત

ત્યજી દેવાયેલી બાળકીની હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પી.વી.ગોહિલે વાલી બની સારવાર કરાવી

સોશ્યલ મિડિયાના માધ્યમથી ક્યારેક પોલીસની છબીને હાની પહોંચાડવામાં આવે છે પરંતુ સોશ્યલ મિડિયામાં જે કંઈ આવે છે તે સત્ય છે તેની કોઈ પુષ્ઠી કરી શકતું નથી પરંતુ હિંમતનગર શહેર પોલીસે કંઇક આવું જ સરાહનીય કામ એક નવજાત અજાણ્યા બાળકની સારવાર માટે કરી રહી છે.હોસ્પિટલના બિછાના પર સારવાર લેતી બાળકીને આ ધરતી પર આવ્યાના માત્ર ૭ દિવસ થયા છે અને તેની યોગ્ય રીતે સારવાર ડૉક્ટરો કરી રહ્યા છે પરંતુ તેની કાળજી લેવાની જવાબદારી તેના માતા-પિતા નહીં પણ પોલીસકર્મી કરી રહ્યા છે. તમને થતું હશે કે, તો શું આ પોલીસકર્મી તેના પિતા છે. ના એવું નથી.
હિંમતનગર શહેરના બી ડિવિઝન પોલીસને એક ફરિયાદ આવી કે, એક બાળકને હોસ્પિટલમાં જ જન્મ આપીને તેના માતા – પિતા ત્યજીને જતા રહ્યા છે. પોલીસ તપાસ માટે ફરિયાદ આગળ સાંભળે એ પહેલાં જ પીએસઆઇ પ્રતિપાલસિંહ ગોહિલ અને સ્ટાફના ધ્યાને આવ્યું કે બાળકની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેને વિશેષ પ્રકારની સારવારની જરુર છે.
પોલીસે ફરિયાદની કાર્યવાહીને બાજુ પર મુકીને પહેલા જ બાળકની ખબર અંતર લેવા માટે હોસ્પિટલ પહોંચી અને તેને તાત્કાલિક સારવાર માટેની તમામ સુવિધાઓ શરુ કરાવી દીધી. પોલીસને ડૉક્ટર તરફથી જાણવા મળ્યું કે બાળકને શ્વાસની તકલીફ છે. બાળકીને શ્વાસનળીની સર્જરી કરવી પડશે અને તે હિંમતનગરમાં શક્ય નથી.
કુદરતે અજાણ્યા બાળકને જીવન જીવવા માટે આપેલી પરીક્ષા પણ પોતાની જ હોવાનું માનીને સર્જરી કરવાની તમામ જવાબદારી પણ બી ડીવીઝન પોલીસે ઉપાડી લીધી અને બાળકના માતા અને પિતા તરીકેની તમામ જવાબદારી પોતે જ સ્વીકારી લઇ વાલી તરીકેની ઓળખ પણ હોસ્પિટલમાં પોલીસે કર્મીએ પોતાની જ દર્શાવી દીધી છે.
બાળકને સારવાર આપી રહેલા બાળ રોગ નિષ્ણાંત ડૉ.હિંમાંશુ પટેલે જણાવ્યું કે, બાળકને તેનાં માતા – પિતા ત્યજીને જતા રહ્યા છે, તેની સ્થિતિ નાજુક હતી, તેને સારવાર આપવામાં આવી છે અને તેને સર્જરીની જરુર છે, તે પણ અમદાવાદ કરવામાં આવશે. આ માટેની તમામ વાલી તરીકેની જવાબદારી અને સર્જરી માટેના ખર્ચની જવાબદારી પણ પોલીસે ઉપાડી લીધી છે.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

गुजरात में दलितों, आदिवासियों पर हो रहे अत्याचार को लेकर बनाई जाएगी स्‍पेशल कोर्ट

aapnugujarat

હિંમતનગરમાં ચાઈનીઝ પ્રોડક્ટ ન વેચવા વેપારીઓને અપીલ

editor

રાહુલે ગુજરાતના ધારાસભ્યોને દિલ્હી બોલાવી કરેલ ચર્ચા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1