Aapnu Gujarat
શિક્ષણ

કાંકરેજ તાલુકાના ભદ્રવાડી પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ

સમગ્ર દેશમાં ૫ સપ્ટેમ્બરના ‘‘શિક્ષક દિન’’ તરીકે ઉજવવામાં આવે છે. કાંકરેજ તાલુકાના ભદ્રવાડી પ્રાથમિક શાળામાં પણ ધોરણ ૧ થી ૯નાં ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને ડૉ.રાધાકૃષ્ણ સર્વપલ્લીને યાદ કર્યાં હતાં. સમગ્ર પ્રાર્થના કાર્ય નવીન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ થયું હતું.
આજના આચાર્ય બનેલ કુમારી પ્રિયંકાબેન દ્વારા સુંદર મજાનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. બહેનો અને ભાઈઓ સુંદર પરિધાનમાં સજ્જ થઇ શિક્ષણ કાર્ય કર્યું હતું. ભણવા અને ભણાવવાવાળા બન્ને બાજુ જિજ્ઞાસા સાથે ઉત્સુકતા જોવા મળેલ. સમગ્ર દિવસનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા જ કરેલ. આ પ્રસંગે શાળાના આચાર્ય ગોપાલ જોશીએ શિક્ષકના મહત્વ અને ભૂમિકા વિશે વિસ્તૃત ચર્ચા કરેલ. સાંજે ૪ વાગ્યા પછી સમૂહ બેઠકમાં શિક્ષક બનવાના અનુભવો રજૂ થયા અને એમની પાસે ભણનાર વિદ્યાર્થીઓએ તેમના વિશે અભિપ્રાય પ્રગટ કરેલ. સમગ્ર દિવસ ખૂબ જ સારી રીતે પસાર થયો હોય એવુ આજના શિક્ષકોની આંખોમાં જોઈ શકાતું હતું.
(તસવીર /અહેવાલ : મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હિન્‍દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ એસોસીએશનને માન્‍યતા

aapnugujarat

યુજીસી રદ કરવાના સરકારના નિર્ણયનો તમિલનાડુએ વિરોધ કર્યો

aapnugujarat

એમબીએનો ક્રેઝ ફરીવખત સતત વધી રહ્યાનો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1