Aapnu Gujarat
ગુજરાત

થરા ખાતે આવેલ જલારામ બાપાના મંદિરમાં ઉપવનનું ખાતમુહુર્ત કરાયું

જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એવા જલારામ બાપાના નીજ મંદિરનાં પૂજારી લાલશંકર ઇસાભાઈના મુખે મંત્રોચ્ચાર દ્વારા વૃક્ષારોપણનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સૌથી વધારે વૃક્ષો વાવી મંદિરની શોભા વધારી હતી. જલારામ મંદિરમાં દરર્જો સવાર – સાંજ ગરીબોને ટિફિન સેવા આપવામાં આવે છે. દરરોજ સવારે થરા રેફરલ હૉસ્પિટલમાં સુવાવડી બહેનોને ચોખ્ખા ઘીનો શીરો તેમજ મગ, દૂધ આપવામાં આવે છે. આવી સેવાકીય પ્રવૃત્તિ કરવાવાળા ઠક્કર સમાજનાં લોકો છે. દર પૂનમે જલારામ મંદિરમાં સાંજે દરેક સમાજની ધર્મ પ્રેમી જનતા પ્રસાદ પણ લેવા આવતી હોય છે. આવા સેવાકીય પ્રસંગે જલારામ મંદિરનાં પ્રમુખ વિજય ઠક્કર, અચરતલાલ ઠક્કર, તરુણ ઠક્કર, પ્રહલાદભાઈ સાહેબ, નિરંજન ઠક્કર, કનુ ઠક્કર, ચમનલાલ ઠક્કર, મનોજ ઠક્કર, ઋત્વિક ઠક્કર, જલાભાઈ ઠાકોર, ભગવાનસિંહ પરમાર, ગોવિંદ દેવાશીષ, દશરથલાલ ઠક્કર વગેરે હાજર રહ્યા હતાં

(તસવીર/અહેવાલ-મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

मोदी की जनलक्षी नीति से देश में भगवा लहराया : जीतू वाघाणी

aapnugujarat

કાંકરીયા પ્રાણી સંગ્રાહાલયને પ્રાણીઓ અંગે રોજ ૧૦ કોલ

aapnugujarat

વધુ ઉમેદવાર હોય તેવી સીટ વધારાના બબ્બે બેલેટ યુનિટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1