Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા તેજાભાઈ દેસાઈ

બનાસકાંઠા જિલ્લા પંચાયતની પાંચ અને કાંકરેજ તાલુકા પંચાયતની ૩૦ બેઠકની ચુંટણીમાં ભાજપના વાવાઝોડામાં મતદારોએ જિ.પં.ની પાંચેય અને તા.પં.ની ૩૦માંથી ૨૧ બેઠક કોંગ્રેસને ૮ ભાજપ અને એક અપક્ષ ઉમેદવારને વિજયની વરમાળા પહેરાવતાં શાસન ધુરા કોંગ્રેસે સંભાળેલ પરંતુ પ્રમુખના વલણથી કંટાળી કોંગ્રેસના સભ્યોએ બળવો કરતાં પ્રમુખે ના છુટકે ભારે હૃદયે રાજીનામું આપતાં ચાર્જ ઉપપ્રમુખ મહીપતસિંહ દલુભા વાધેલા(વડા-૨)ને આપવામાં આવ્યો હતો ને ખાલી પડેલી બેઠકની ચુંટણી ગત ૨૧/૮/૨૦૧૯ કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે યોજાઇ હતી, તેમાં કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપના ઉમેદવાર તેજાભાઇ રાણાભાઇ દેસા્રૂતાણા)ને મત આપી વિજયી બનાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને ૧૧મત જયારે ભાજપના ઉમેદવારને ૧૯ મતો મળતાં ભાજપનો ભગવો લહેરાયો હતો.
કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ૨૬-૦૮-૨૦૧૯ના રોજ સવા બારે શાસ્ત્રગોત વિધિ પ્રમાણે ચાર્જ સાંભળ્યો હતો. આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા, થરા નગરપાલિકા કોર્પોરેટર પૃથ્વીરાજસિંહ વાઘેલા, દિનેશ ઠક્કર ડાહ્યાભાઈ પીલીયતર, કિશોર પ્રજાપતિ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતાં તથા ભાજપ અગ્રણીઓ સભાસદો, કાર્યકરોની હાજરીમાં તેજાભાઇ રાણાભાઇ દેસા્રૂતાણા)એ ચાર્જ સંભાળ્યો હતો. કોંગ્રેસના ઉપપ્રમુખપદે મહીપતસિંહ દલુભા વાધેલા(વડા-૨) રહેશે તેમ જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે કાંકરેજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં હતાં. કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાં સત્તા અંદરોદરની લડાઈમાં ખોઈ.
અહેવાલ / તસવીર :- મોહંમદ ઉકાણી કાંકરેજ, બનાસકાંઠા

Related posts

निजी जीवन की फोटो वायरल होने के प्रकरण में डीसीपी उषा राडा के पति की साइबर क्राइम में शिकायत दर्ज

aapnugujarat

નર્મદા જિલ્‍લામાં આજે મહિલા સુરક્ષા દિવસની ઉજવણીની સાથે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો થનારો પ્રારંભ

aapnugujarat

રામમંદિર બનાવવા બાબા રામદેવની અપીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1