Aapnu Gujarat
ગુજરાત

ભદ્રેવાડી થી સાકરીયા માર્ગ : ગામ લોકોએ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય

ભદ્રેવાડી ગામથી સાકરીયા જવાનો માર્ગ દેશ આઝાદ થયો ત્યારથી બિસમાર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પઙી રહી છે. ઘણીવાર ગામ લોકોને ઈમરજન્સીમાં સારવારની જરૂર પડે ત્યારે આ કાચા રસ્તાનાં કારણે દર્દીઓને પુરતી સારવાર પણ મળતી નથી. કાંકરેજ તાલુકાના ભદ્રેવાઙી અને સાકરીયા ગામનો રોઙ અંદાજે ૫ કિલોમીટરનો છે. વર્ષોથી આ રસ્તો બિસ્માર હાલતમાં અને કાચો છે અનેકવાર આ ગામ લોકોએ આ રસ્તાનું બંન્ને ગામે મળીને પૈસા ઉઘરાવી હજારો રૂપિયાનું જાતે માટીકામ કરાવ્યું હતું પણ ૨૦૧૭નાં વિનાશક પૂરના કારણે આ રસ્તાનું ધોવાણ થઇગયું અને મોટા મોટા ખાડા પડી ગયા છે. આ ગામનાં લોકો દ્વારા અવારનવાર રસ્તા બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે પરંતુ તંત્રના અધિકારીઓ આ રસ્તાનું સર્વે વારંવાર કરીને જાય છે પણ રસ્તામાંથી રોઙ બનાવવામાં આવતો નથી તેમજ ચુંટણી આવે ત્યારે નેતાઓ અને કાર્યકર્તાઓ મોટા મોટા વાયદાઓ કરી જાય છે પણ આ ભદ્રેવાડી-સાકરીયાના રસ્તા બાબતે કઈ વિચારતા નથી અને ભોગવવાનો વારો તો ગામ લોકોને જ આવે છે. એક બાજુ સરકાર વિકાસ અને મેટ્રોની વાતો કરે છે ત્યારે આવા ભદ્રેવાડી-સાકરીયા જેવા અનેક ગામો કાંકરેજમાં આવેલા છે ત્યાં બસ આવવી તો ઠીક છે પણ પાકા રોડ પણ નથી. આ ભદ્રેવાડી સાકરીયા રસ્તાની કામગીરી જલદીથી જલદી શરૂ કરે તેમ બંન્ને ગામના લોકોની માંગણી છે. હવે જોવાનું એ રહે છે કે હવે ફરી મોટા મોટા વાયદાઓ આપશે કે પછી આ રસ્તાની કામગીરી હાથ ધરશે તે તો હવે આવનારો સમય જ બતાવ શે તે હવે જોવું રહ્યું ?..
અહેવાલઃ મોહંમદ ઉકાણી કાંકરેજ, બનાસકાંઠા

Related posts

વિદ્યાર્થીનીની સાથે ક્લાસીસના શિક્ષકે અડપલા કરતા હોબાળો

aapnugujarat

વડોદરા શહેર/જિલ્લામાં તા.૧ જુલાઇથી સમગ્ર માસ દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

aapnugujarat

ભાવનગર જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી શરૂ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1