Aapnu Gujarat
રમતગમત

હવે સ્માર્ટ બૉલથી રમાશે ક્રિકેટ, બૉલમાં લગાવવામાં આવશે ખાસ ચિપ

ક્રિકેટની રમતને વધુ ફેર બનાવવા માટે તેમાં દરરોજ નવી ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બેટમાં સેંસર લગાવવામાં આવ્યા બાદ હવે બૉલ પણ સ્માર્ટ બનવા જઇ રહ્યો છે. જેમાં માઇક્રો ચિપ લગાવવામાં આવશે.ટૂંક સમયમાં આ બોલ ઓસ્ટ્રેલિયાની ઘરેલૂ ટી૨૦ ક્રિકેટ હરિફાઇ બિગ બેશ લીગમાં જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયાની કંપની કુકાબૂરા આવા સ્માર્ટ બૉલ તૈયાર કરી ચુકી છે.સ્માર્ટ બૉલના વિકાસ માટે બોલ બનાવનારી આ મોટી કંપનીએ ટેક ઇનોવેટર્સ સ્પોર્ટ કાર સાથે કરાર કર્યો છે. બૉલમાં લાગેલી ચિપ રિયલ ટાઇમ ડેટા આપવામાં સક્ષમ છે.આ બૉલ દેખાવમાં કૂકાબૂરાના જૂના બોલ જેવી જ છે અને તેવી જ રીતે મૂવ કરે છે પરંતુ તેમાં જે ખાસ વાત છે, તે એ છે કે બોલ નાખતી વખતે ચિપની મદદથી ડેટા મળી જશે, તેમાં લાગેલી ચિપ તેની સ્પીડ, પ્રી બાઉન્સ અને પોસ્ટ બાઉન્સ પણ જણાવી દેશે.ક્રિકેટના મેદાન પર આવો સ્માર્ટ બૉલ આવ્યા બાદ અમ્પાયર્સને રિવ્યૂ સિસ્ટમમાં પણ મદદ મળશે. બિગ બેશ લીગમાં તેનો ઉપયોગ કર્યા બાદ જ તેને વૈશ્વિક સ્તર પર લાવવામાં આવશે.

Related posts

ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ ન થતાં રોહિત બીજી ટેસ્ટ ગુમાવશે

aapnugujarat

हम आगे के मैच जीतते हुए फाइनल तक का सफर तय करेंगे : रियाज

aapnugujarat

વિરાટ કોહલીનું છલકાયુ દર્દ : ‘બે વાર ICC ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યા, છતાં પણ કહ્યો ફેલ કેપ્ટન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1