Aapnu Gujarat
રમતગમત

ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ ન થતાં રોહિત બીજી ટેસ્ટ ગુમાવશે

રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો ન હતો. ત્યારે મળતી માહિતી મુજબ, કેપ્ટન બીજી ટેસ્ટમાં પણ નહીં રમે. તેનો અંગૂઠો હજી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. આ કારણે ટીમ મેનેજમેન્ટ તેને લઈને કોઈ રિસ્ક લેવા માંગતુ નથી. તે હજુ પણ ભારતમાં છે અને બાંગ્લાદેશ જવા રવાના થયો નથી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ ૨ ટેસ્ટ મેચ રમાવાની છે. ભારતીય ટીમ અત્યારે ૧-૦થી આગળ છે. ટીમ હવે ક્લીન સ્વીપના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં ટકી રહેવા માટે બાકીની ૫ ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મળતી માહિતી અનુસાર, મેડિકલ ટીમે રોહિત શર્માની તપાસ કર્યા બાદ કોઈ જોખમ ન લેવાનો નિર્ણય કર્યો છે. જો કે, તે આવતા મહિને શ્રીલંકા સામે ૩ મેચની ઓડીઆઈ અને ટી ૨૦ શ્રેણીમાં રમે તેવી શક્યતા છે. આ શ્રેણી ૩જી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. સૌ કોઈ જાણે છે કે, રોહિતની જગ્યાએ ત્રીજી વનડેમાં ઈશાન કિશનને તક મળી અને તેણે બેવડી સદી ફટકારી. રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા બાદ મુંબઈ પરત ફર્યો હતો. આ પછી, અહીં તેમની તપાસ કરવામાં આવી રહી છે.
રોહિત ન રમ્યો હોવાથી કોચ રાહુલ દ્રવિડે રાહતનો શ્વાસ લીધો હશે. કારણ કે, શુભમન ગિલે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારીને પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. આવી સ્થિતિમાં રોહિત પ્લેઇંગ-૧૧માં રમ્યો ત્યારે કોને પડતો મુકવો તે અંગે નિર્ણય લેવો સરળ ન હતો. જો રોહિત હોત તો રાહુલ ઉપ-કેપ્ટન હોત. આવી સ્થિતિમાં તે મેચમાં પ્રવેશ કરશે. જોકે, પ્રથમ ટેસ્ટમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.

Related posts

આઈપીએલની ઓપનિંગ સેરેમની ન યોજવા નિર્ણય

aapnugujarat

IPL – 12નાં છેલ્લાં ચરણમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી નહીં રમે

aapnugujarat

विश्व कप की जीत ने ब्रिटेन को दोबारा क्रिकेट की ओर आकर्षित किया : पीएम मे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1