Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હું ક્યારેય ઉપ રાષ્ટ્રપતિ બનવા ઈચ્છતો ન હતો : વેંકૈયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું કહેવું છે કે તેઓ ક્યારેય આ પદની જવાબદારી લેવા ઈચ્છતા ન હતા પરંતુ તેના બદલે તેઓ ભારતીય જન સંઘના નેતા અને સામાજિક કાર્યકર નાનાજી દેશમુખના પગલે ચાલતા રચનાત્મક કામ કરવા ઈચ્છતા હતા.વેંકૈયા નાયડુને જ્યારે ઉપ રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેની પાછળનું એકમાત્ર કારણ એ હતું કે તેઓ હવે ભાજપની ઓફિસે જઈ શકશે નહીં અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી શકશે નહીં.પોતા ઉમદા સ્વભાવ માટે જાણીતા નાયડુએ કહ્યું હતું કે પાર્ટીએ તેમને બધુ જ આપ્યું છે. પાર્ટીએ ફક્ત તેમને વડાપ્રધાન પદ ન આપ્યું કેમ કે હું તેના માટે યોગ્ય ન હતો. ઉપ રાષ્ટ્રપતિ પદના બે વર્ષનો કાર્યકાળ પૂરો થયો તે પ્રસંગે લિસનિંગ, લર્નિંગ અને લીડિંગ નામના પુસ્તકનું અનાવરણ કરતા તેમણે કહ્યું હતું કે મારા પ્રિય મિત્રો હું તમને એક સત્ય કહેવા ઈચ્છું છું કે હું ક્યારેય ઉપ રાષ્ટ્રપતિ બનવા ઈચ્છતો ન હતો.તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે તેની બીજી ટર્મ માટે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ પોતાનુ પદ છોડી દેવા ઈચ્છે છે અને નાનાજી દેશમુખના પગલે રચનાત્મક કાર્ય કરવા ઈચ્છે છે. તેણે કહ્યું છે કે હું તેવું કરવા ઈચ્છતો હતો પરંતુ તેમ થઈ શક્યું નહીં.પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં અમિત શાહે બધાને કહ્યું હતું કે હું ઉપ રાષ્ટ્રપતિના પદ માટે યોગ્ય ઉમેદવાર છું. મેં ક્યારેય આ પદ ઈચ્છ્યું ન હતું. હું રડી પડ્યો હતો એટલા માટે નહીં કે મારે મંત્રી પદ ગુમાવવાનું હતું કેમ કે તેઓ હું છોડવાનો જ હતો. મારી આંખમાં એટલા માટે આંસુ હતા કેમ કે હવે હું પક્ષના લોકોને મળી શકવાનો ન હતો.

Related posts

હોળી બાદ દિલ્હીમાં જોરદાર પ્રચાર માટે ભાજપ સુસજ્જ

aapnugujarat

શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટમાં મૃતાંક વધી ૩૦૦ પર પહોંચ્યો

aapnugujarat

આવતીકાલથી શરૂ થઈ રહેલું સંસદ સત્ર તોફાની બનવાના સંકેત : કોંગ્રેસ લડાયક મૂડમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1