Aapnu Gujarat
મનોરંજન

દીપિકાએ લવ રંજનની ફિલ્મ નકારતા કહ્યું : આરોપી સાથે ક્યારેય કામ નહીં કરું

થોડા સમય પહેલાં એવી ચર્ચા હતી કે દીપિકા પાદુકોણ લવ રંજનની અપકમિંગ ફિલ્મનો હિસ્સો બની શકે છે. પરંતુ હવે એક્ટ્રેસે આ વાત ક્લીઅર કરી દીધી છે કે તે લવ રંજની ફિલ્મમાં કામ નહીં કરે. હાલમાં જ તેણે ‘વોગ’ મેગેઝીનને આપેલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘હું તેમની સાથે ક્યારેય કામ નહીં કરું.’ લવ રંજન પર મીટૂ કેમ્પેઇન દરમ્યાન એક એક્ટ્રેસે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
જ્યારે દીપિકાને પૂછવામાં આવ્યું કે, તે એવાં વ્યક્તિની ફિલ્મમાં કામ કરશે જેના પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો હોય. તેના જવાબમાં તેણે ચોખ્ખું કહ્યું કે, ‘ના, હું ક્યારેય આવું નહીં કરું.’
થોડા સમય પહેલાં લવ રંજનના ઘર બહાર દીપિકા અને રણબીર સાથે દેખાયાં હતાં. આ મિટિંગ બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે દીપિકા અને રણબીર લવ રંજનની આગામી ફિલ્મમાં સાથે દેખાઈ શકે છે. પરંતુ સોશિયલ મીડિયા પર દીપિકાના ફેન્સે ઈંનોટમાયદીપિકા કેમ્પેઇન શરૂ કર્યું જેમાં લોકોએ તેને મીટૂના આરોપી સાથે કામ ન કરવાનો આગ્રહ કરી રહ્યા હતા. દીપિકાએ તેના ફેન્સની લાગણીને માન આપી લવ રંજનની ફિલ્મ રિજેક્ટ કરી દીધી.

Related posts

सनी लियोन ने जताई उम्मीद, जल्द ही धीरे-धीरे सब कुछ होगा पहले जैसा

editor

जया बच्चन को हेमा मालिनी का समर्थन

editor

नुसरत अस्पताल में भर्ती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1