Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભામાં આરટીઆઈ સંશોધન બિલ પસાર

વિપક્ષના કડક વિરોધ બાદ તથા તૃણમૂલક કોંગ્રેસના વોક આઉટ વચ્ચે સરકારે લોકસભામાં શુક્રવારના રોજ સૂચનાના અધિકાર સંબંધિત બિલ પસાર રજૂ કર્યું હતું. બિલને નવના મુકાબલે ૨૨૪ મતથી રજુ કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી. બિલમાં લખવામાં આવ્યું છે કે મુખ્ય સૂચના આયુક્ત અને સૂચના આયુક્ત તથા રાજ્ય મુખ્ય સૂચના આયુક્ત અને રાજ્ય સૂચના આયુકતના પગાર,ભથથતા અને સેવા સહીત અનેક શરતો અને નિયમો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. મૂળ કાનૂનના અનુસાર અત્યારે મુખ્ય સૂચના આયુક્ત અને સૂચના આયુકતના પગાર મુખ્ય નિર્વારચન આયુકતના બરોબર છે. વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે સૂચનાનો અધિકાર અધિનિયમ,૨૦૦૫ અનુસાર આ બિલને રજુ કરવાં આવ્યું હતું. આ બિલ પસાર થવાથી મોદી સરકારની પારદર્શિતા પર કોઈ સવાલ ઉઠાવી શકશે નહિ. તેમણે વધારે જોર આપતા આ અંગે જણાવ્યું હતું કે સરકાર વધારે સુશાશન,ન્યુનતમ સરકારના સિદ્ધાંતો પર કાર્ય કરે છે.
બિલના સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું કે આ બિલ પસાર થવાનો મુખ્ય હેતુ આરટીઆઈ અધિનિયમને સંસ્થાગત રૂપે સ્વરૂપ આપવાનો અને બનાવવાનો તથા પરિણામોન્મુખી બનાવવાનો છે. સામાજિક કાર્યકર્તા અને આરટીઆઈ કાનૂનમાં સંશોધનના પ્રયાસની ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ દેશમાં પારદર્શિતાની પેનલ નબળી પડી જશે. બિલ પસારનો વિરોધ કરતા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા કહેવામા આવ્યું હતું કે આ વિધેયક કેન્દ્રીય સૂચના આયોગની સ્વતંત્રતા પર ખતરો પેદા કરી શકે છે.
કોંગ્રેસના શશી થરુરે જણાવ્યું, આ વિધેયક વાસ્તવિક રીતે આરટીઆઈને સમાપ્ત કરી નાખનારું વિધેયક છે જે આ સંસ્થાની મહત્વની બે શક્તિઓનો નાશ કરી દેનારું છે. એઆઇએમએએમના અસદુદીન ઓવૈસીએ કહ્યું, આ વિધેયક સંવિધાન અને સંસદને કમજોર કરનારું છે. ઓવૈસીએ આ મુદ્દે સદનમાં મત વિભાજનની પણ માંગ કરી હતી. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે આ દરમિયાન વોક કરી લીધું હતું.મત વિભાજન પહેલા તૃણમૂલ કોંગ્રેસના સૌગાત રાયે માંગ કરી હતી કે સંસદની સ્થાયી સમિતિને વિચાર માટે મોકલી આપવામાં આવે. તેમણે કહ્યુંમ ૧૫મી લોકસભામાં ૭૧% બિલ સમિતિને મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ ૧૬મી લોકસભામમાં ૨૬ % બિલને સંસદીય સમિતિમાં મોકલી આપવામાં આવ્યા હતા. નવી લોકસભામાં એકપણ બિલને સંસદીય સમિતિમાં મોકલી નથી આપવામાં આવ્યા અને ન તો સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે.

Related posts

દુનિયા માટે સૌથી મોટુ સંકટ છે આતંકવાદ અને કટ્ટરપંથ : રાજનાથ સિંહ

editor

શોપિયામાં હિજ્બુલનો ટૉપ કમાન્ડર ઠાર

editor

મોનસુન ૪ જૂનના દિવસે કેરળ પહોંચશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1