Aapnu Gujarat
બિઝનેસ

ભારતમાં સરેરાશ ૩જી સ્પીડ ૧ એમબીપીએસ કરતાં પણ ધીમી

૪જી અને હાઈ-સ્પીડ બ્રોડબેન્ડના ધમાકા વચ્ચે ભારતમાં સરેરાશ ડાઉલોડ સ્પીડ ૫.૧ એમબીપીએસ છે. આ સ્પીડ વૈશ્વિક સરેરાશ કરતાં એક તૃતીયાંશ કરતાં પણ વધારે ધીમી છે. વધુમાં આ ઝડપ ૪.૪ એમબીપીએસની ૩જી સ્પીડ કરતાં સહેજ વધારે છે.
જાણીને આઘાત લાગશે કે ભારતમાં સરેરાશ ૩જી સ્પીડ ૧ એમબીપીએસ કરતાં પણ ધીમી છે.ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈના જણાવ્યા અનુસાર કેટલાક વપરાશકારો માટે તો આ સ્પીડ ૧૦ કેબીપીએસ કરતાં પણ નીચી છે. ઓપનસિંગલના અહેવાલ પ્રમાણે ભારતમાં છેલ્લાં છ મહિનામાં ડાઉનલોડ સ્પીડ પ્રતિ સેકન્ડ ૧ મેગાબિટ કરતાં પણ વધારે ઘટી છે. કારણ કે રિલાયન્સ જિયોની ફ્રિ સર્વિસીસને લીધે ટ્રાફિકમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો છે.
આટલું જ નહીં ભારતી એરટેલ, વોડાફોન અને આઈડિયા સેલ્યુલર જેવી હરીફ કંપનીઓએ પણ ડેટા કિંમતમા ઘટાડો કર્યો છે અને સસ્તી ઓફરો મુકી છે. આ કારણે જ ડેટા સર્વીસીસ માટેની માગમાં ઉછાળો આવ્યો છે.
ઈન્ટરનેટ સ્પીડમાં ભારત ૭૪માં ક્રમે છે. આ ક્રમ પાકિસ્તાન અને શ્રીલંકા કરતાં પણ પાછળ છે. આપણો ક્રમાંક કોસ્ટારિકા કરતાં જ આગળ છે.
૪જી સ્પીડમાં સિંગાપુર પ્રથમ ક્રમે બિરાજે છે. જ્યારે દક્ષિણ કોરિયા બીજા સ્થાને છે. ૪જી ડાઉનલોડ સ્પીડની વૈશ્વિક સરેરાશ ૧૬.૨ એમબીપીએસ છે. ટ્રાઈને ટેડા સ્પીડ અંગે અનેક ગ્રાહકોની ફરિયદો પણ મળી છે. ત્યારબાદ આ બાબત પર ટ્રાઈને નજર રાખવાની ફરજ પડી છે.
૨૦૧૬ના અંત સુધીમાં ભારતમાં ગ્રાહકોની સંખ્યા ૨૧.૭૯૫ કરોડ હતી. ટ્રાઈની આ વિગતો પરથી જાણવા મળે છે કે પ્રતિ માસ સરેરાશ ડેટા યુસેજ સપ્ટેમ્બરમાં ૨૩૬ એમબીથી વધી ડિસેમ્બરમાં ૮૮૪ એમબી સુધી પહોંચી ગયું છે.  ટ્રાઈએ ૧ જાન્યુઆરી ૨૦૧૫થી લઘુત્તમ બ્રોડબેન્ડ ડાઉનલોડ સ્પીડ અગાઉના ૫૧૨ કેબીપીએસથી વધારી ૨ એમબીપીએસ કરી છે.

Related posts

તહેવાર વચ્ચે દલાલ સ્ટ્રીટમાં તેજી રહેશે : કમાણી કરવાની સુવર્ણ તક

aapnugujarat

ઇપીએફઓ વ્યાજદર ઘટાડી શકે છે :મૂલ્યાંકનનો દોર શરૂ

aapnugujarat

કારનું વેચાણ ધીમું પડ્યું, પેસેન્જર વ્હિકલ્સમાં વૃદ્ધિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1