નવાજ શરીફના એક મંત્રીએ કહ્યું છે પાકિસ્તાનના નેપાળથી કિડનેપ કરાયેલા એક રિટાયર્ડ આર્મી ઓફિસરનો મામલો આપણે આઇસીજે કે યુએનમાં લઇ શકે તેમ નથી. કારણકે આ માટે આપણી પાસે પુરતા પુરાવા નથી. હોમ મિનિસ્ટ્રીમાં જૂનિયર મિનિસ્ટર અબ્દુલ કાદિર બલોચે સંસદમાં આ ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ૨ મહિના અગાઉ પાકિસ્તાની આર્મીનો એક રિટાયર્ડ જનરલ નેપાળથી લાપતા થયો હતો. પાકિસ્તાની મીડિયા અને વિરોધ પક્ષે આરોપ લગાવ્યો હતો કે મુહમ્મદ હબીબ ઝહીરને ભારતીય ગુપ્તચર એજન્સીએ કિડનેપ કર્યો છે.પાકિસ્તાનના અખબાર ધ ડોને બલોચના નિવેદનને પબ્લિશ કર્યુ છે. રિપોર્ટ મુજબ મંત્રીએ કહ્યું, હાલ માત્ર આશંકા છે કે રિટાયર્ડ જનરલ ઝહીરના કિડનેપિંગમાં ભારતીય ગુપ્તચર એજન્સી રૉનો હાથ હોઇ શકે છે. પરંતુ મુહમ્મદ હબીબ ઝહીરના કિડનેપિંગ પાછળ રોનો હાથ હોય તે વાતના આપણી પાસે પૂરતા પુરાવા નથી.બલોચે કહ્યું, માત્ર શંકાના આધારે આપણે આ મુદ્દો આઇસીજે કે યુએનમાં ન લઇ જઇ શકીએ. અહીંયા દાવો સાબિત કરવા માટે તમારે પૂરતા પુરાવા આપવા પડે,જે હાલ આપણી પાસે નથી.
શક છે પરંતુ પુરાવા નથી.સેનેટ ચેરમેન મિયાં રાજા રબ્બાનીએ મંત્રીને પૂછ્યું, શું તમારા નિવેદનનો અર્થ એવો છે કે આ મામલામાં ભારતનો હાથ નથી? તેના પર બલોચે કહ્યું- અમને સો ટકા વિશ્વાસ છે કે કિડનેપિંગ પાછળ રૉનો જ હાથ છે પરંતુ આ દાવાને સાબિત કરવા નક્કર પુરાવા નથી.ઉલ્લેખનીય છે પાકિસ્તાની વિરોધ પક્ષો આરોપ લગાવી રહી છે કે કુલભૂષણ જાધવને છોડાવવા ભારતે જનરલ ઝહીરને જાળમાં ફસાવી નેપાળ બોલાવ્યો અને ત્ચાંથી કિડનેપ કરી લેવામાં આવ્યો. નવાજ સરકાર હજુ સુધી ઝહીર અંગે કોઈ માહિતી મેળવી શકી નથી.પાકિસ્તાન આર્મીનો એક રિટાયર્ડ કર્નલ થોડા દિવસો પહેલા નેપાળના લુમ્બિની શહેરમાંથી ગુમ થઇ ગયો હતો. પરિવારના કહેવા મુજબ ૬ એપ્રિલે તે નેપાળ ગયો હતો જે બાદ કોઇ સંપર્ક થઇ શક્યો નથી. પાકિસ્તનના એક અખબારે આ મુદ્દ ભારતીય ગુપ્તચર એજન્સી રો પર શંકા વ્યક્ત કરી હતી.