Aapnu Gujarat
બિઝનેસ

મોલના ભાડા ઓફિસ ભાડા કરતા વધારે ઝડપથી વધ્યા છે : સર્વે

મોલ રેન્ટ્‌સ ઓફિસ રેન્ટસ કરતા વધારે ઝડપથી વધી રહ્યા છે. હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. નવા અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે દેશભરમાં મોટા ભાગના મોલના ભાડા ઓફિસ ભાડા કરતા વધારે છે. નવા અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં મોટા ભાગના આંતરરાષ્ટ્રીય રોકાણકારો કોમર્શિયલ પ્રોપર્ટીની પસંદગી કરી રહ્યા છે. હાલમાં જ કરવામાં આવેલા વ્યાપક અભ્યાસ બાદ દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં મોટા ભાગના રિટેલ મોલ્સમાં ભાડામાં સરેરાશ વધારો પ્રતિ વાર્ષિક આઠ અને ૧૦ ટકા વચ્ચે છે. ઓફિસ સ્પેસની તુલનામાં આ ભાડુ આઠથી ૧૦ ટકા વધારેે છે. મોટા ભાગના ભાડા સામાન્ય રીતે સ્થિર રહ્યા છે. પ્રતિ વાર્ષિક ૫-૭ ટકાનો વધારો થઇ રહ્યો છે. પીડબલ્યુસી-યુએલઆઈ તરફથી રિપોર્ટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ઇમર્જીંગ ટ્રેન્ડ ઇન રિયલ એસ્ટેટ એશિયા પેસિફિક ૨૦૧૮ નામથી જારી કરવામાં આવેલા રિપોર્ટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. દિલ્હી સ્થિત નિષ્ણાંતનું કહેવું છે કે, મોલમાં ભાડા સતત વધી રહ્યા નથી બલ્કે ઓફિસ સંપત્તિને લઇને પણ ચર્ચા ચાલી રહી છે. ઓફિસમાં ભાડા પણ વધ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમાં ઘટાડો થઇ રહ્યો છે. મોટાભાગના ઇન્ટરનેશનલ રોકાણકારો કોમર્શિયલ પ્રોપર્ટીની પસંદગી કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, મોલની બોલબાલા હજુ પણ દેખાઈ રહી છે. રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ માર્કેટના આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ભારતીય ઓફિસ સેક્ટરમાં મોટાપાયે સંસ્થાકીય ફંડ રોકવામાં આવ્યો છે. બિઝનેસ પાર્કના સ્વરુપમાં ઓફિસ સેક્ટરમાં કટિબદ્ધતા રોકાણકારો દર્શાવી ચુક્યા છે. જો કે, મોલના રેંટ ઓફિસ રેંટ કરતા ખુબ ઝડપથી વધી રહ્યા હોવાનો દાવો રોકાણકારોની સાથે સાથે નિષ્ણાતો પણ કરી રહ્યા છે. આના કારણ જારી કરતા પહેલા કન્સલ્ટન્ટ, ઇન્વેસ્ટરોના મત પણ ધ્યાનમાં લેવાયા હતા.

Related posts

Market Closes on high; Sensex up by 748.31, Nifty at 11,095.25

editor

नीति आयोग ने बेचने के लिए बनाई ५० सरकारी संपत्तियों की लिस्ट

aapnugujarat

હવે પોન્ઝી સ્કીમોમાં નાણા ગુમાવનારા લોકોના ખાતામાં જમા થશે ૪૯૦ કરોડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1