Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકાર માલામાલ, ૫.૧૮ લાખ કરોડ થયું જીએસટી ભંડોળ

જીએસટીના કાયદાના પગલે હવે મોદી સરકાર માલામાલ થઈ રહી છે. એક વર્ષમાં જ જીએસટીના કારણે સરકારને મળી રહેલી રકમમાં જબરદસ્ત વધારો થયો છે.૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં જીએસટીની રકમનુ ભંડોળ ૫.૧૮ લાખ કરોડ થઈ ગયુ છે. જે ૨૦૧૭-૧૮ના ૨.૯૧ લાખ કરોડ રૂપિયા કરતા ઘણુ વધારે છે.લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સિતારમને કહ્યુ હતુ કે, સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન જીએસટીના કારણે થયેલા નુકસાન પેટે રાજ્યોને ૮૧૧૭૭ કરોડ રુપિયા વળતર ચુકવ્યુ છે. તેની આગળના વર્ષમાં સરકારે ૪૮૧૭૮ કરોડ રૂપિયા વળતર આપ્યુ હતુ.તેમણે કહ્યુ હતુ કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી જીએસટીના ભંડોળમાં લગાતાર વધારો થઈ રહ્યો છે. જેના માટે મોટા પાયે ઓટોમેશન, ઈ વે બિલ પ્રણાલીનો અમલ જેવા પરિબળો જવાબદાર છે.જીએસટીને ૧ જુલાઈ, ૨૦૧૭થી લાગુ કરાયો છે. પહેલા અલગ અલગ ૧૭ પ્રકારના ટેક્સ લેવાતા હતા અને તેને હવે જીએસટીમાં સમાવી લેવાયા છે. જોકે સરકાર હજી પણ જીએસટીમાંથી મળતા ભંડોળને વધારી શકે છે.બીજી તરફ સરકારે લગભગ ૯ લાખ કરોડ રુપિયાનો ટેક્સની વસુલાત કરી શકી નથી. જેમાં સૌથી વધારે ટેક્સ ચોરીના મામલા કોર્પોરેટ ટેક્સના છે અને બીજી નંબર પર વ્યક્તિગત ટેક્સ છે.

Related posts

Article 370 : SC issues notice to Center govt, Internet-landline service should be immediately starts in valley

aapnugujarat

NRC सभी धर्मों को प्रभावित करेगा : उद्धव

aapnugujarat

ગુજરાતમાં ગરીબો માટે ૧૦ ટકા અનામત આજથી અમલી બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1