પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એપ્રિલ, ૨૦૧૭માં ભારત અને સાયપ્રસ વચ્ચે મર્ચન્ટ શિપિંગ પર થયેલી સમજૂતીને કાર્યોત્તર મંજૂરી આપી હતી. મર્ચન્ટ શિપિંગમાં સમજૂતી બંને દેશો વચ્ચે દરિયાઈ વેપારના વિકાસમાં અવરોધરૂપ બની શકે તેવા કોઈ પણ પરિબળને દૂર કરવા સહકાર આપવા માટેનો માર્ગ મોકળો કરશે. એમઓયુ બંને દેશો વચ્ચે અને ત્રીજા દેશોમાંથી પણ ચીજવસ્તુઓના પરિવહનમાં સહભાગીતાને પ્રોત્સાહન આપશે. એમઓયુ રોજગારી માટે સહકાર વધારવા, કામની શરતો સુધારવા અને એકબીજાના જહાજો પર નાવિકોના કલ્યાણ માટે સહકાર વધારશે.