કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવા માટે પાકિસ્તાનના નાપાક મનસૂબા કોઈનાથી છૂપાયેલા નથી. પરંતુ પાકિસ્તાનના નાપાક મનસૂબાને સૌથી મોટો ઝાટકો તેના સદાબહાર મિત્ર ચીન તરફથી મળ્યો છે. ચીનના મીડિયાએ કહ્યું છે કે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ માટે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનો ઉપયોગ કરી શકશે નહીં.કાશ્મીર-કાશ્મીરના નામે વૈશ્વિક મંચો અને આંતરરાષ્ટ્રીય ફોરમો પર પાકિસ્તાન હોબાળો મચાવી રહ્યું છે. પરંતુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના ઝેરીલા મનસૂબાને કોઈ ફોરમ ભાવ આપતી નથી. તેમ છતાં પાકિસ્તાન કાશ્મીરનો રાગ આલાપવાથી બાજ આવતું નથી. પરંતુ હવે ચીનને તેના ઘનિષ્ઠ વ્યૂહાત્મક સાથીદાર ચીન દ્વારા આંચકો મળ્યો છે.ચીનના મીડિયાએ ક્હ્યું છે કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ માટે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનો ઉપયોગ કરી શકે નહીં.ચીનના વિશેષજ્ઞોનું કહેવું છે કે એસસીઓ કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણને ક્યારેય સમર્થન આપશે નહીં. પાકિસ્તાન માટે ચીનના વિશેષજ્ઞોનો અભિપ્રાય એક મોટા ઝાટકા સમાન છે. ભારતનો કાશ્મીર મુદ્દે સ્પષ્ટ અભિપ્રાય છે કે આ વિવાદ દ્વિપક્ષીય મુદ્દો છે અને તેનો ઉકેલ બંને પાડોશી દેશો લાવશે. જો કે આ પહેલા પાકિસ્તાનને લાગતું હતું કે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉછાળવામાં ચીન તેની મદદ કરશે. મહત્વપૂર્ણ છે કે આઠમી જૂનથી છ દેશોની એસસીઓ સમિટ કજાકિસ્તાનના અસ્તાના ખાતે શરૂ થઈ રહી છે. તેમા ભારત અને પાકિસ્તાનના નવા સદસ્યો તરીકે સામેલ થવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવશે.