Aapnu Gujarat
ગુજરાત

ચીટ ફંડ સ્કીમો રોકવા માટે ટૂંકમાં સરકાર દ્વારા નવા નિયમ જારી થશે

રાજયભરમાં ગેરકાયદે રીતે ચાલતી લોભામણી લાલચવાળી ચીટ ફંડ સ્કીમમાં નિર્દોષ પ્રજાજનો ભોગ બની રહ્યો હોવાનો મુદ્દો ઉઠાવતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં આજે રાજય સરકાર તરફથી આજે એ મતલબનું મહત્વપૂર્ણ નિવેદન કરાયું હતું કે, ચીટ ફંડ સ્કીમ્સને રોકવા અને તેના દૂષણને નાથવા રાજય સરકાર દ્વારા નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જે ટૂંક સમયમાં જ પ્રસિધ્ધ (જાહેર) કરવામાં આવશે. જો કે, હાઇકોર્ટે કેસની આગામી સુનાવણી પહેલાં ચીટ ફંડ સ્કીમ્સના નિયમો પ્રસિધ્ધ કરવા રાજય સરકારને તાકીદ કરી હતી. જાહેરહિતની રિટમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, રાજયભરમાં લોભાણી જાહેરાતો અને લાલચો આપી ગેરકાયદે ચીટ ફંડ સહિતની સ્કીમો ચાલી રહી છે, તેના કારણે નિર્દોષ પ્રજાજનો ભોળવાઇને તેમની મહેનત પરસેવાની કમાણી અને જીવનભરની મૂડી તેમાં રોકી દેતા હોય છે અને પાછળથી ઠગાઇનો ભોગ બનતા હોય છે. ઠગાઇનો ભોગ બનનાર નાગરિકોને પોલીસ કે સરકાર તરફથી પણ યોગ્ય રક્ષણ કે સહાય મળતા નથી કે તેઓ માટે કોઇ સુરક્ષા કે ખાતરી આપતી જોગવાઇઓ પણ કાયદામાં નથી. આ સંજોગોમાં હાઇકોર્ટે દરમ્યાનગીરી કરી સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને જરૂરી આદેશો કરવા જોઇએ. દરમ્યાન આ કેસની સુનાવણીમાં આજે રાજય સરકારે નિવેદન કરતાં જણાવ્યું કે, સરકાર દ્વારા ચીટ ફંડ સ્કીમ્સના દૂષણને નાથવા માટે ખાસ નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેને ટૂંક સમયમાં જ પ્રસિધ્ધ કરાશે. હાઇકોર્ટે સરકારના ઉપરોકત નિવેદનને રેકર્ડ પર લઇ ઉપરોકત નિર્દેશ કર્યો હતો.

Related posts

હનીફ દાઢી હત્યા કેસ : અંતેે ક્રાઇમ બ્રાંચે તપાસ બંધ કરી

aapnugujarat

ગાંધીનગર જિલ્લામાં ૧ લાખ હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર

editor

ગુજરાતમાં વધુ એક અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1