Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મ્યાાનમારનાં લાપત્તા થયેલા વિમાનનો મળેલો કાટમાળ

મ્યાનમારમાં લાપત્તા થયેલા લશ્કરી વિમાનનો કાટમાળ અંદામાન દરિયામાં મળી આવ્યો છે. નેવીના આ વિમાને સવાર ઉડાણ ભર્યા બાદ લાપત્તા થતાં શોધખોળ કામગીરી હાથ ધરાઈ હતી. આ વિમાનમાં ૧૦૦થી વધુ લોકો હતા. ૧૧૬ લોકોના મોતની આશંકા પ્રવર્તી રહી છે. કાટમાળ દવેઇ શહેરથી ૨૧૮ કિલોમીટરના અંતરે દરિયામાંથી મળ્યો છે. મ્યાનમારનું મિલિટરી વિમાન ૧૧૬ લોકો સાથે ગુમ થઈ ગયું છે. અહેવાલો અનુસાર, વિમાનમાં ૧૦૫ પેસેન્જર્સ અને ૧૧ ક્રુ મેમ્બર હતા. અહેવાલો અનુસાર, ગુમ થયેલા વિમાનનો કાટમાળ સમુદ્રમાંથી મળી આવ્યો છે. ચાર જહાજો અને બે એર ફોર્સ પ્લેન ગુમ થયેલા વિમાનના સર્ચ ઓપરેશનમાં લાગ્યા છે. વિમાને જ્યારે રડાર સાથે સંપર્ક ગુમાવ્યો ત્યારે તે ૧૮૦૦૦ ફુટની ઊંચાઈએ હતું. આર્મી ચીફ અને એરપોર્ટ સુત્રોના જણાવ્યાનુસાર, મ્યાનમારના દક્ષિણમાં આવેલા શહેર મીઈક અને યંગોન વચ્ચે વિમાન ગુમ થયું છે. સ્થાનિક સમયાનુસાર બપોરે ૧.૩૫ કલાકે સંપર્ક તુટ્યો હતો. તે સમયે વિમાન દવેઈ શહેરથી ૩૨ કિમી જેટલું પશ્વિમમાં હતું. કમાન્ડ ઈન ચીફે સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તથા રેસ્કયુ માટેની તૈયારી પણ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, પ્લેનમાં બેઠેલા પેસેન્જર્સ દરિયાઈ વિસ્તારમાં ફરજ બજાવતા ઓફિસર્સના સંબંધીઓ હોવાનું મનાય છે. એક સુત્રને ટાંકીને લખ્યું છે કે, વિમાન ગુમ થવામાં હવામાન નહીં પણ ટેન્કિલ ખામી જવાબદાર હોઈ શકે છે.

Related posts

US warned by China against opening “Pandora’s box” in Middle East

aapnugujarat

તબાહી મચાવી શકે છે કીમનો કેમિકલ બોમ્બ

aapnugujarat

રશિયા ઇરાનને એડવાન્સ સેટેલાઇટ ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં

editor

Leave a Comment

UA-96247877-1