Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ સરકાર મજબૂત છે : સિદ્ધારામૈયા

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, રાજયમાં કૉંગ્રેસ – જેડીએસની સરકાર મજબૂત છે. ભાજપના પ્રમુખ યેદીરપ્પાએ દાવો કર્યો હતો કે સરકાર પડશે, તેને તેમણે નકારી કાઢયો હતો. જનતાનો ચુકાદો કેન્દ્રમાં ભાજપ સહિતના એનડીએ સરકાર માટે છે, પરંતુ રાજય માટે નથી, એમ કહ્યું હતું.
ભાજપના યેદીરપ્પા એક વર્ષથી કહી રહ્યા છે કે રાજય સરકાર તૂટી જશે, પરંતુ યુતિ સરકારને કોઈ વાંધો આવશે નહીં. યેદીરપ્પા જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બંધારણની કઈ કલમમાં લખ્યું છે કે, રાજય સરકારને અસ્થિર કરી શકાય છે, એમ તેમણે કહ્યું હતું.
કૉંગ્રેસ પક્ષમાં અમુક સભ્યોને અસંતોષ છે, પરંતુ તમામ પક્ષ સાથે જ છે. ભાજપ દાવો કરે છે કે કૉંગ્રેસના ૨૦ વિધાનસભ્યો નારાજ છે. લોકસભામાં ભાજપને ૨૫ બેઠક મળી છે. આ ચુકાદો કેન્દ્રની એનડીએ સરકાર માટે છે, રાજય સરકાર માટે નથી.
અમે નવેસરથી રાજયમાં ચૂંટણી માટે તૈયાર છે, એમ તેમણે કહ્યું હતું. લોકસભામાં નબળા દેખાવ બાદ કૉંગ્રેસ – જેડીએસ સરકાર તૂટી જશે એવી વાત ત્રણ-ચાર દિવસથી ચાલી રહી છે. કૉંગ્રેસના અમુક સભ્યો ભાજપના સંપર્કમાં છે એવા અહેવાલ છે.

Related posts

મારી હાર માટે ઇવીએમમાં ગડબડી જવાબદાર : ઉર્મિલા માતોંડકર

aapnugujarat

કોંગ્રેસે અમિત શાહને ફસાવવા સીબીઆઈનો દુરુપયોગ કર્યો : સ્મૃતિ ઈરાની

aapnugujarat

સાતમાં તબક્કામાં કુલ ૯૧૮ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1