Aapnu Gujarat
ગુજરાત

ભરૂચ નર્મદા ચોકડી પાસે બસ પલ્ટી ખાતાં ૧૬ને ઇજા

ભરૂચની નર્મદા ચોકડી નજીક સુરતથી વડોદરા તરફ જતી લક્ઝરી બસ રેતી ભરેલી ટ્રકની ઓવરટેક કરવા જતા લક્ઝરી બસ પલટી મારી જતા બસમાં સવાર ૧૬ જેટલા મુસાફરોને વત્તા ઓછા અંશે ઇજાઓ પહોંચી હતી. ્‌અકસ્માતના બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તમામ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરત થી વડોદરા જતી લકઝરી બસ નંબર ૧૯-એક્સ-૬૮૬૮ રેતી ભરેલી ટ્રકને ઓવર ટ્રેક કરવા જતાં બસ નર્મદા ચોકડી ઉપર પલટી મારતા બસમાં સવાર ૧૬ થી વધુ પેસેન્જરને નાની મોટી ઇજા થઈ હતી. અકસ્માતના પગલે સમગ્ર મુખ્યમાર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. લક્ઝરી બસ પલટી ખાતા તમામ ઘાયલોને ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. અક્સ્માતમાં અનેક મુસાફરોના હાથ પગ ફેક્ચર થઇ ગયા છે. લકઝરી બસ પલટી ખાતા સર્જાયેલા આ અકસ્માતમાં ઘવાયેલા લોકો સુરત, નવસારી, સાવરકુંડલા, ભરૂચ સહિતના વિસ્તારોના રહેવાસી છે. તમામ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નર્મદા ચોકડી પાસે ત્રણ મહિનામાં છથી વધુ લક્ઝરી બસ પલટી ખાઈ જવાની ઘટના બની છે, જેને લઇ સ્થાનિકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવાની માંગ ઉઠી છે. જો કે, આજના અકસ્માતના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક ચકકાજામ થઇ ગયો હતો અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.

Related posts

રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયના છ જિલ્લાની ૨૨ પાલિકા, ૨ પંચાયત બેઠક ફાળવણીના હુકમ

aapnugujarat

ભારત વિકાસ પરિષદ દિયોદર દ્વારા એલએસી પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ

editor

રાષ્ટ્રીય આદિજાતિ આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1