Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમે જેડીએસની સાથે સરકાર બનાવવાના નથી,ફરીથી ચૂંટણી થાય : યેદિયુરપ્પા

આ વચ્ચે કર્ણાટક ભાજપના પ્રમુખ અને પૂર્વ મુંખ્યમંત્રીએ કહ્યુ, ’’અમે રાજ્યમાં જેડીએસની સાથે મળીને સરકાર બનાવવાના કોઇ પ્રયાસ નથી કરી રહ્યા. અમે ઇચ્છીએ છીએ કે ફરીથી ચૂંટણી થાય. યેદિયુરપ્પાએ સ્પષ્ટ કર્યુ કે, જેડીએસની મદદથી સરકાર બનાવવાનું કામ અસંભવ છે. એચડી કુમારસ્વામીની આગેવાનીમાં ૨૦-૨૦ ડીલ અંતર્ગત શાસન ચલાવવાનો અનુભવ ઘણો જ ખરાબ રહ્યો હતો. હું બીજી વખત આવી ભૂલ નથી કરવા માગતો. ૨૦૦૭માં ભાજપ અને જેડીએસમાં ૨૦-૨૦ મહિના સત્તા ચલાવવાની સમજૂતી થઈ હતી. ત્યારે ૨૦ મહિના સરકાર ચલાવ્યાં બાદ કુમારસ્વામીએ પદ પરથી હટવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ ભાજપ સરકારમાંથી સમર્થન પાછુ ખેંચી લીધું હતું.
યેદિયુરપ્પાએ કહ્યુ કે, ’’અમે નવી વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર છીએ. પાર્ટીની પાસે કોઇ બીજો વિકલ્પ નથી. લોકસભા ચૂંટણીમાં ૨૬ સીટ હાર્યા પછી જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન પર જનતાને ભરોસો રહ્યો નથી. જો આ પછી પણ ગઠબંધન સરકાર ચાલતી રહેશે તો લોકોનો મત અમારા વિરુદ્ઘ થઇ જશે.

Related posts

કર્ણાટકમાં મંત્રીઓના આવાસ ઉપર આવકવેરાના દરોડા

aapnugujarat

આદિવાસી ક્યારેય હિન્દુ નહોતા અને ના તો છેઃ હેમંત સોરેન

editor

कर्नाटक चुनाव में ‘मठ’ और ‘वोट’ के रिश्ते को साधने की कवायद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1