Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકાર-૨ના ૧૦૦ દિવસનો પ્લાન તૈયાર થયો

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં ફરી વાપસી કરીલીધી છે. પોતાની પ્રથમ અવધિમાં આ સરકારે આર્થિક સુધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જેમાં જીએસટી, નોટબંધી અને અર્થવ્યવસ્થામાં સુધારા લાવવાની બાબતનો સમાવેશ થાય છે. હવે બીજા ગાળામાં સરકાર અર્થવ્યવસ્થાની ગતિને તીવ્ર બનાવવાના પ્રયાસ કરશે. શરૂઆતના ૧૦૦ દિવસની અંદર જ મોટા આર્થિક સુધારાઓને મહત્વ આપવામાં આવશે. નીતિ આયોગના મુખ્ય કારોબારી અધિકારી અમિતાભ કાંતે કહ્યું છે કે, નવી સરકારની સામે કેટલાક પડકારો રહેલા છે જેમાં સૌથી મોટો પડકાર ખાનગી મૂડીરોકાણમાં તેજી લાવવાનો અને સાથે સાથે સારા પ્રમાણમાં ક્રેડિટ પ્રવાહની ખાતરી કરવાનો રહેશે. કાંતે કહ્યું હતું કે, આર્થિક સુધારાઓ ખુબ મહત્વપૂર્ણ બની ગયા છે. બીજી અવધિમાં અર્થવ્યવસ્થા માટેકયા કયા પગલા લેશે તે અંગે પૂછવામાં આવતા કાંતે કહ્યું હતું કે, જુદા જુદા ક્ષેત્રોમાં રચનાત્મક સુધારા મારફતે ઉંચા વિકાસદરને હાંસલ કરવામાં આવશે. આનાથી ખાનગી ક્ષેત્ર દ્વારા રોકાણમાં વધારો કરાશે. રોજગારીની તકો ઉભી કરાશે. આનાથી ક્રેડિટ પ્રવાહમાં તેજી આવશે. છેલ્લા પાંચ વર્ષમાં મોદીએ ખુબ જ સાહસી આર્થિક પગલા લીધા હતા જેમાં જીએસટી, પ્રત્યક્ષ લાભ ટ્રાન્સફર અને રિયલ એસ્ટેટ એક્ટનો સમાવેશ થાય છે. સૌથી મોટો પડકાર અર્થવ્યવસ્થા સામે તેજીને જાળવી રાખવાનો છે. કૃષિ ક્ષેત્રમાં પણ મોટા પગલા લેવામાં આવી શકે છે. કૃષિ ક્ષેત્ર માટે સુધારાઓને ગતિ આપવામાં આવશે જેનો મુખ્ય હેતુ ખેડૂતોની આવકને બે ગણી કરવાનો સમાવેશ થાય છે. કૃષિમાં માર્કેટ ફન્ક્શનલ છે. આના માટે કોન્ટ્રાક ફાર્મિંગ, રિસ્ટ્રક્ચરીંગ, ઇનેશિયલ કોમોડિટી, એપીએમસી એક્ટ, ટેકનોલોજી ઇન્ફ્લો, ઇ-નામ ટેકનોલોજી, બજાર સુધી પહોંચવાની નવી રણનીતિ, કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસિંગની સુવિધાનો સમાવેશ થાય છે. પીએમ એગ્રી બિઝનેસ ઉપર ધ્યાન આપી શકે છે. સરકાર રેલવે, ભારત નેટ અને તેલ અને ગેસ ક્ષેત્રોમાં સુધારાને પણ મહત્વ આપશે. સરકાર ૧૦૦ દિવસના કાર્યક્રમ દરમિયાન કેટલાક પ્રોજેક્ટોને અમલી કરશે. મોદીની બીજી અવધિમાં શ્રમ સુધારાઓને તેજ ગતિ સાથે આગળ વધારવામાં આવશે. જો કે, સૌથી વધારે મહત્વ બીજા તબક્કામાં કૃષિ ક્ષેત્ર, શિક્ષણ અને રોજગારી ઉપર આપવામાં આવે તેવો અભિપ્રાય લોકો આપી રહ્યા છે. મોદી સરકાર-૨ના ૧૦૦ દિવસના પ્લાનને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.

Related posts

प्रवर्तन निदेशालय लगातार दूसरे दिन रॉबर्ट वाड्रा से करेगा पूछताछ

aapnugujarat

किसानों के संघर्ष का सम्मान करे सरकार, जल्द माने उनकी मांगें : भूपेंद्र हुड्डा

editor

ईरान-US के बीच तनाव को देख भारत ने जारी की एडवाइजरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1