Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જીએસટીનાં નવાં ફોર્મનું ફોર્મેટ રજૂ, જુલાઈ સુધીમાં આવશે

ગુડ્‌સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઓથોરિટીએ નવું અને સરળ જીએસટી ફોર્મ રજૂ કર્યું છે. નવી સરકાર બન્યા પછી, આ ફોર્મ જુલાઈમાં બહાર પડવાની સંભાવના છે. ઓથોરિટીએ ફોર્મનો ડ્રાફ્ટ પહેલાં રજૂ કર્યો છે, જેથી કરદાતાઓનાં અભિપ્રાયો લઈ શકાય. યુઝર્સ ફોર્મમાં ટેમ્પ્લેટ (નમૂનો) ભરીને ઓથોરિટીને મેઇલ કરી શકે છે.
નવાં જીએસટી રિટર્ન ફોર્મ જીએસટીઆરઈટી-૧ (સામાન્ય), જીએસટીઆરઈટી- (આરામદાયક) અને જીએસટીઆરઈટી-૩ (સરળ)ને માસિક અથવા ત્રિમાસિક ધોરણના આધારે ભરી શકાય છે. આ સાથે જ સપ્લાયનું એનેક્ષર અને ઈનવર્ડ સપ્લાયનું એનેક્ષર પણ આપી શકાય છે.
આ ટેમ્પલેટ રંંજઃ//ઙ્ઘીર્દ્બર્કકઙ્મૈહીર્ંર્ઙ્મ.ખ્તજં.ર્ખ્તદૃ.ૈહ/ૈહજિંેષ્ઠર્ૈંહજ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. જીએસટી કાઉન્સિલે વેપારીઓને સરળતા રહે એ માટે ગયા વર્ષે જુલાઈમાં નિર્ણય લીધો હતો કે ’સહજ’ અને ’સુગમ’ જીએસટી ફોર્મ્સને ૧ એપ્રિલ, ૨૦૧૯ના રોજ પાઇલટ પ્રોજેક્ટ આધારે રજૂ કરવામાં આવશે, જ્યારે કે તેને આ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ ના બીજા ત્રિમાસિક ગાળાથી જ અનિવાર્ય કરવામાં આવશે.
જીએસટી હેઠળ ૧.૨૧ કરોડ લોકો ઈનડિરેક્ટ ટેક્સ યોજનામાં રજિસ્ટર્ડ છે. તેને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છેઃ કમ્પોઝિશન સ્કીમ અને અન્ય.
કમ્પોઝિશન સ્કીમ હેઠળ રજિસ્ટર્ડ લોકોએ ત્રિમાસિક ધોરણે અને અન્ય લોકોએ માસિક ધોરણે રિટર્ન ફાઇલ કરવાનું હોય છે.

Related posts

चीन को आर्थिक मोर्चे पर करारा जवाब

editor

મન કી બાત : સત્તામાં પરત ફરવા મોદીએ સંકેત આપ્યો

aapnugujarat

FPI દ્વારા વેચવાલીનો દોર જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1