Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા વેચવાલીનો દોર જારી

વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનાના પ્રથમ બે સપ્તાહમાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૬૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં અવિરત વધારો જારી રહ્યો છે. સાથે સાથે ડોલર સામે રૂપિયામાં અવમુલ્યનનો દોર પણ જારી રહ્યો છે. સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ પહેલીથી ૧૨મી ઓક્ટોબરના ગાળા દરમિયાન ૧૭૯૩૫ કરોડ રૂપિયા ઇક્વિટીમાંથી પાછા ખેંચી લીધા છે જ્યારે જંગી નાણાં ડેબ્ટમાંથી પણ પાછા ખેંચી લેવાાં આવ્યા છે. આની સાથે જ એફપીઆઈ દ્વારા બે સપ્તાહના ગાળામાં જ ૨૬૫૮૦ કરોડ પાછા ખેંચી લેવાયા છે. થોડાક મહિનાઓને બાદ કરતા એફપીઆઈ દ્વારા મોટાભાગે વેચવાલી દર્શાવી છે. ઓક્ટોબર મહિનામાં હજુ સુધી સૌથી વધુ નાણા પાછા ખેંચાયા છે જેના પરિણામે બજારો હચમચી ઉઠ્યા છે. વૈશ્વિક માર્કેટમાં નકારાત્મક માહોલની અસર ભારતીય શેરબજાર ઉપર થઇ છે. અમમેરિકા અને ચીન વચ્ચે જારી ટ્રેડવોરના લીધે સ્થિતિ વણસી છે. ક્રૂડની કિંમત સતત વધી રહી છે. એફપીઆઈ દ્વારા વેચવાલી જારી રહેવા માટે અન્ય ઘણા કારણો પણ જવાબદાર દેખાઈ રહ્યા છે. કરન્સી માર્કેટમાં ભારે ઉથલપાથલ છે. ઇક્વિટી, બોન્ડ અને કરન્સી માર્કેટમાં ઉતારચઢાવની અસર એફપીઆઈ ઉપર જોવા મળી છે. ફંડ ઇન્ડિયામાં મ્યુચ્યુઅલ ફંડ રિસર્ચમાં વડા વિદ્યાબાલાએ કહ્યું છે કે, અમેરિકામાં રેટમાં વધારો થતાં ડોલરની સ્થિતિ મજબૂત થઇ છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં કડાકો પણ જોવા ળી રહ્યો છે.
બાલાનું કહેવું છે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજનાર છે. આ ચૂંટણીના પરિણામ અને માહોલ પણ એફપીઆઈ ઉપર અસર કરશે. આને લઇને આગામી વર્ષની સામાન્ય ચૂંટણી માટે ચિત્ર સ્પષ્ટ થશે. આ વર્ષે હજુ સુધી એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાંથી ૩૦૦૦૦ કરોડ રૂપિયા અને ડેબ્ટ માર્કેટમાંથી ૫૭૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ વર્લ્ડ ઇકોનોમિને ડાઉન ગ્રેડિંગ તરીકે દર્શાવવામાં આવા તેની અસર જોવા મળી રહી છે. ભારતમાં શેરબજારમાં પ્રવાહી સ્થિતિ અને સાથે સાથે રૂપિયામાં નબળી સ્થિતિના લીધે પણ એફપીઆઈના લોકો વેચવાલીના મૂડમાં દેખાઈ રહ્યા છે. આ અસમજંસની સ્થિતિ વચ્ચે ૨૬૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

Related posts

ત્રણ વધુ આઈપીઓ માર્કેટમાં એન્ટ્રી કરશે : ઉત્સુકતા સર્જાઈ

aapnugujarat

World expects a lot from India : PM in Chennai

aapnugujarat

કેટલું પણ અપમાન થશે તો પણ તેમને રોકી નહીં શકાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1