Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસ નહિ બેરોજગારી, ખેડૂતો, અને મહિલાના સન્માનનો પરાજય : હાર્દિક પટેલ

આજે લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટેનાં પરિણામો આવી રહ્યાં છે. આખા દેશની જેમ ગુજરાતમાં પણ ભગવો લહેરાઈ રહ્યો છે અને કોંગ્રેસને પછડાટ મળી છે. ગુજરાત-કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે હાર્દિક પટેલ પર ઘણો મદાર રાખવામાં આવ્યો હતો. હાર્દિક પટેલને પોતાની સભાઓ માટે હેલિકોપ્ટર સહિતની સુવિધાઓ પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી અને જનસભાઓમાં કૉંગ્રેસી ઉમેદવારો તરફથી હાર્દિકની માંગ પણ ઘણી હતી, આમ છતા કોંગ્રેસનું હાર્દિક પટેલ ફેક્ટર ગુજરાતમાં ફેઈલ ગયું છે. કોંગ્રેસને ગુજરાતમાં અપેક્ષા મુજબના પરિણામો મળ્યા નથી.
ગુજરાતમાં કૉંગ્રેસની હારને જોતા હાર્દિક પટેલે ટિ્‌વટ કર્યું છે. ટિ્‌વટમાં હાર્દિક પટેલે જણાવ્યું કે કોંગ્રેસ નહી પરંતુ બેરોજગારી હારી છે, શિક્ષણ હાર્યું છે, મહિલાઓનું સન્માન હાર્યું છે, સામાન્ય જનતા સાથે જોડાયેલો દરેક મુદ્દો હાર્યો છે. હાર્દિકે પોતાના ટિ્‌વટમાં કહ્યું કે સાચુ કહીએ તો ભારતની જનતા હારી છે.
મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલને પ્રચાર માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ પાસના નેતામાંથી હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ પકડી અને કોંગ્રેસમાં જોડાઈ જતા હાર્દિક પટેલને જે જન સહકાર મળી રહ્યો હતો તેમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. અને સભાઓ દરમિયાન હાર્દિક પટેલનો અનેક જગ્યાએ વિરોધ પણ થયો હતો.

Related posts

घंटों तक महिला दर्द से तड़पती रही लेकिन वीएस में महिला के पेट दर्द का उपचार नहीं किया गया

aapnugujarat

હવે રાજ્યમાં બી.યુ.પરમિશન વગર ફાયર એનઓસી મળશે

editor

જિગ્નેશ મેવાણીએે હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1