Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પરાજય માટે ઈવીએમને દોષ આપવો ઠીક નથી : પવાર

લોકસભા ચૂંટણીના આજે ગુરુવારે પરિણામો જાહેર થયા છે, જેમાં ભાજપની જોરદાર જીત થઈ છે. આ દરમિયાન યુપીએના સાથી પક્ષ એનસીપીના વડા શરદ પવારે ભારપૂર્વક જણાવ્યું છે કે, હું લોકોના ચુકાદાનું સમર્થન કરું છું. પરંતુ એ પણ એક તથ્ય છે કે લોકોની ઈવીએમ પર શંકા છે. બાદમાં, તરદ શરદ પવારે એમ કહ્યું કે, પરાજય માટે ઈવીએમને દોષ આપવો ઠીક નથી. ચૂંટણી પછી ઈવીએમ પર દોષ આપું, એવો મારો ઈરાદો નથી. કેટલીયે સીટો પર એનસીપીએ સારું પ્રદર્શન કર્યું છે.
આ સાથે શરદ પવારે ઉમેર્યું કે, લોકોનો ઈવીએમને લઈને ભ્રમ યથાવત્‌ છે. રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું, પણ એ સમયે કોઈ શંકા વ્યક્ત કરી નહતી.
અટલબિહારી વાજપેયીની જીત પર પણ કોઈએ શંકા વ્યક્ત કરી નહતી.શરદ પવારે જણાવ્યું કે, અમારી પાર્ટી પરિણામોનું વિશ્લેષણ કરશે અને બાદમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે સારું પરિણામ લાવવાની કોશિશ કરશે.
જોકે, શરદ પવારે ફરી એમ કહ્યું કે, ઈવીએમને લઈને લોકોના મનમાં શંકા છે, એ સત્ય છે.

Related posts

નિરવ મોદી કૌભાંડ બાદ પીએનબીને હજુ સુધીનું સૌથી વધુ ત્રિમાસિક નુકસાન

aapnugujarat

Pm Modi ने पहले ही दी थी कोविड-19 के बारे में चेतावनी : जावड़ेकर

editor

शांतिपूर्ण आंदोलनों को राष्ट्रविरोधी करार दे लोगों की आवाज दबा रहा केंद्र : महबूबा

editor

Leave a Comment

UA-96247877-1