Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીને બ્રહ્મપુત્રના જળવિજ્ઞાન આંકડા ભારત સાથે શેર કરવાની શરુઆત કરી

ચીને મોનસૂન સત્ર માટે બ્રહ્મપપુત્ર નદીના જળ વિજ્ઞાન સંબંધીત આંકડાઓ ભારત સાથે શેર કરવાના શરુ કરી દીધું છે. જળ સંસાધન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ મામલે જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે સતલજ નદી માટે પણ ચીન દ્વારા જૂનથી આંકડાઓ શેર કરવાની શરુઆતનું અનુમાન છે. દેશમાં એક જૂનથી જ ચોમાસુ શરુ થઈ રહ્યું છે.
બ્રહ્મપુત્ર નદી તિબ્બતથી નિકળે છે અને ભારતના અરુણાચલ પ્રદેશ તેમજ અસમથી પસાર થતા બાંગ્લાદેશથી બંગાળની ખાડી સુધી જાય છે. સતલજ પણ તિબ્બત થી નિકળે છે અને તે સિંધુની સહાયક નદી છે. આ ભારતથી પસાર થયા બાદ પાકિસ્તાનમાં જાય છે. ચીન બ્રહ્મપુત્ર નદીની મુખ્યધારા પર સ્થિત ત્રણ જળ વિજ્ઞાન સ્ટેશનો નુગેશા, યાંગકુન અને નુશિઆના આંકડાઓ ભારતને ઉપ્લબ્ધ કરાવે છે.
બ્રહ્મપુત્ર નદીને યારલુંગ જાંગબો નામથી પણ ઓળખવામાં આવે છે. સતલજને ચીનમાં લાંગકેન જાંગબો નામથી ઓળખવામાં આવે છે. આના માટે ત્સાદા જળ વિજ્ઞાન કેન્દ્રથી આંકડાઓ પ્રાપ્ત કરાવવામાં આવે છે. વરસાદના કારણે નદીમાં જળ સ્તર વધવાથી પુર નિયંત્રણ માટે જળ વિજ્ઞાન આંકડાઓની જરુર હોય છે.ઉલ્લેખનીય છે કે ડોકલામ વિવાદ બાદ ૨૦૧૭માં ચીને બ્રહ્મપુત્ર માટે જળ વિજ્ઞાન આંકડા શેર કરવાનું બંધ કરી દીધું હતું. તેણે દાવો કર્યો હતો કે પુરના કારણે જળ વિજ્ઞાન આંકડા એકત્ર કરનારા કેન્દ્ર પુરમાં વહી ગયા છે. બ્રહ્મપુત્ર માટે ૧૫ મે થી અને સતલજ માટે એક જૂનથી આંકડાઓ શેર કરવામાં આવે છે.

Related posts

પાકિસ્તાન આતંકીઓને શરણ આપવાનું બંઘ ન કરે ત્યાં સુધી અમેરિકાએ મદદ ન કરવી જોઈએ : હેલી

aapnugujarat

લાદેનના ગઢ તોરાબોરા પર હવે આઈએસનું પ્રભુત્વ

aapnugujarat

ઇરાનમાં ખરાબ હવામાનની વચ્ચે વિમાન દુર્ઘટનાગ્રસ્ત : ૬૬નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1