Aapnu Gujarat
મનોરંજન

લિન્ડસે લોહાન હવે લંગડી બતક છેઃ પેરિસ હિલ્ટન

ટોચની મોડેલ કમ અભિનેત્રી પેરિસ હિલ્ટને સતત વિવાદોના કેન્દ્રમાં રહેતી અભિનેત્રી લિન્ડસે લોહાનને હવે લંગડી બતક (લેમ ડક) ગણાવી હતી. ગઇકાલ સુધી પેરિસ અને લિન્ડસે જિગરજાન બહેનપણી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી જણાય છે. પોતાની સગ્ગી બહેન નીકી હિલ્ટન સાથે હિટ ટીવી શો સી વ્હોટ હેપન્સ લાઇવમાં હાજર થયેલી પેરિસે લિન્ડસેની આકરી ટીકા કરી હતી. એણે એમ પણ કહ્યું હતું કે હવે મને લિન્ડસે લોહાન પર જરાય વિશ્વાસ નથી. આ ઇન્ટરવ્યૂમાં પેરિસને એમ કહેવામાં આવ્યું હતું કે ગઇ કાલ સુધી તમારી જિગરી દોસ્ત હતી એવી લિન્ડસે માટે ત્રણ સારી વાત કરી શકશો ? ત્યારે સારી વાતનું નકારાત્મક અર્થઘટન કરીને પેરિસે કહ્યું કે એ હવે લંગડી બતક છે અને પોતાની નિકટના લોકોને શરમજનક સ્થિતિમાં મૂકવા માટે પંકાયેલી છે. મને એના પર હવે જરાય વિશ્વાસ રહ્યો નથી.

Related posts

ફોક્સ સ્ટાર સ્ટુુડિયોએ અક્ષયને ત્રણ ફિલ્મો માટે સાઇન કર્યો

aapnugujarat

લવ આજ કલ-૨માં સારા અલીને ન લેવાનો નિર્ણય

aapnugujarat

Working on favourite subject is best feeling : Dia

aapnugujarat

Leave a Comment

UA-96247877-1