Aapnu Gujarat
મનોરંજન

ફોક્સ સ્ટાર સ્ટુુડિયોએ અક્ષયને ત્રણ ફિલ્મો માટે સાઇન કર્યો

છેલ્લાં પાંચેક વર્ષથી સતત હિટ ફિલ્મો આપતા એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમારને ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને કેપ ઑફ ગૂડ હોપ ફિલ્મ્સે એક સાથે ત્રણ ફિલ્મો માટે સાઇન કર્યો હોવાની માહિતી મળી હતી.
અક્ષય કુમાર એવો કલાકાર છે જેણે ખાન લોગ સામેની સ્પર્ધામાં ટકી રહેવા ઉપરાંત સતત દસેક હિટ ફિલ્મો આપી છે. જ્યારે સલમાન ખાનની અને શાહરુખ ખાનની ફિલ્મો બોક્સ ઑફિસ પર ફ્લોપ નીવડી હતી ત્યારે પણ અક્ષયની ફિલ્મોએ ધમધોકાર બિઝનેસ કર્યો હતો. એની છેલ્લી લગભગ બધી ફિલ્મો બોક્સ ઑફિસ પર હિટ નીવડી હતી જેમાં એર લિફ્ટ, રુસ્તમ, ટોયલેટ એક પ્રેમકથા અને પેડમેનનો સમાવેશ થયો હતો.
હાલ અક્ષયની ૨.૦ ફિલ્મ રજૂ થવાની તૈયારીમાં છે. સાઉથના ભગવાન ગણાતા મેગાસ્ટાર રજનીકાંત સાથેની આ ફિલ્મમાં અક્ષયે પહેલીવાર નેગેટિવ કહી શકાય એવો રોલ કર્યો છે. ૬૦૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મનું ટ્રેલર શનિવારે રજૂ કરાયું હતું.
ફોક્સ સ્ટાર સાથે એની પહેલી ફિલ્મ ભારતના મંગળ ગ્રહના અભિયાન વિશેની છે-મિશન મંગળ. એનું ડાયરેક્શન આર બાલ્કીના સહાયક રહી ચૂકેલા જગન શક્તિ કરવાના છે.
ફોક્સ સ્ટાર સ્ટુડિયોના સીઇઓ વિજય સિંઘે કહ્યું હતું કે જોલી એલએલબી ટુથી અમારું અક્ષય સાથેનું જોડાણ શરૃ થયું હતું. અક્ષય આજે સૌથી સેલેબલ સ્ટાર ગણાય છે અને એની સાથેની અમારી ભાગીદારી ઉભય પક્ષને લાભદાયી નીવડશે એવી અમને ખાતરી છે. ૨૦૧૭માં જોલી એલએલબીએ ધૂમ બિઝનેસ કર્યો હતો.

Related posts

मैं निरंतर अपने काम का आंकलन करती हूं : रागिनी खन्ना

aapnugujarat

वेगन फैशन का प्रचार करने के लिए तैयार हूं : सनी

aapnugujarat

સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનુષ્કાનું ‘ટોકિંગ સ્ટેચ્યુ’ રખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1