Aapnu Gujarat
શિક્ષણ

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રથમ રાઉન્ડમાં ૮૫ હજાર બાળકોને અપાયો પ્રવેશ

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચુક્યો છે અને પ્રથમ રાઉન્ડમાં ૮૫ હજાર બાળકોને પ્રવેશ ફાળવાયો છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં ૧૦ હજારથી વધુ બાળકોને પ્રવેશ જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ૭ હજારથી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. તો વળી રાજ્યમાં ૩૦ હજાર બેઠકો માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે.મળતી માહિતી પ્રમાણે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. ત્યારે રાજ્યભરમાંથી ૮૫,૦૦૦ કરતા પણ વધુ બાળકોના પ્રવેશ કન્ફર્મ કરાયા છે.
પ્રથમ રાઉન્ડમાં રાજ્યભરમાંથી ૯૯,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. ત્યારે વાલીઓએ ખોટી કેટેગરી સિલેક્ટ કરી હોવાથી, ગત વર્ષ અને આ વર્ષે પણ ફોર્મ ભર્યા હોવાથી અને જરૂરી ડોક્યુમેન્ટ્‌સ જમા ના કરાવી શક્યા હોય તેવા આશરે ૧૪,૦૦૦ જેટલા બાળકોના પ્રવેશ રદ્દ કરાયા છે.અમદાવાદ શહેરના એજ્યુકેશન ઓફિસર હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું કે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ અંતર્ગત અમદાવાદ શહેરમાં ૧૦,૦૬૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે ૩૯૪ જેટલા બાળકોના પ્રવેશ અમદાવાદ શહેરમાં રિજેક્ટ કરાયા હતા. તો બીજીતરફ અમદાવાદ ગ્રામ્યમાં પ્રથમ રાઉન્ડમાં ૭,૭૨૬ જેટલા પ્રવેશ કન્ફર્મ કરાયા છે.ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં આશરે ૧,૧૮,૦૦૦ જેટલી બેઠકો આવેલી છે. ત્યારે હવે બીજા રાઉન્ડમાં આશરે ૩૦,૦૦૦ જેટલી બેઠકો પર બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે.

Related posts

સાણંદની સી.કે.પટેલ હાઈસ્કૂલમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ વિદ્યાર્થીઓને આવકાર્યા

editor

ફીના દબાણ તેમજ ધમકીને લઇ વાલીઓના ઉગ્ર દેખાવ

aapnugujarat

CBSE શાળામાં ધો-૨ સુધી વિદ્યાર્થીઓને બેગમાંથી મુકિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1