Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમિત શાહ ‘ભગવાન’ નથી, તો મમતા બેનર્જી પણ કોઈ ‘સંત કે દેવી’ નથી : શિવસેના

લોકસભા ચૂંટણી-૨૦૧૯ના છેલ્લા તબક્કાના મતદાન પહેલાં પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ-શો દરમિયાન થયેલી હિંસા બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે.
આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર અમિત શાહના રોડ-શો દરમિયાન હિંસા ફેલાવવાનો આરોપ લગાવતા શિવસેનાએ ગુરુવારે કહ્યું કે, ભાજપ અધ્યક્ષ ભગવાન નથી, તો બેનર્જી પણ કોઈ ‘સંત’ નથી.
આ દરમિયાન શિવસેનાએ કહ્યું કે, મમતા બેનરજીએ પોતાના રાજ્યમાં ભાજપના નેતાઓના હેલિકોપ્ટર ઉતરવા દેવાની મંજૂરી આપી નહીં, જેના કારણે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સંઘર્ષ શરુ થયો છે.
શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ એક લેખ લખીને વધુમાં જણાવ્યું કે, મમતા બેનરજીની સરકાર લોકશાહી ઢબે ચૂંટાયેલી છે. લોકશાહીમાં એ જીત્યા છે, તો હારી પણ શકે છે. મમતા બેનરજી મોદી-શાહના રસ્તામાં અવરોધ પેદા કરવાથી જીતી શકે નહીં. આ લેખમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, અમિત શાહ ભગવાન નથી, પરંતુ મમતા બેનરજી પણ સંત કે દેવી નથી. બંગાળે માર્કસવાદી શાસન દરમિયાન હિંસા જોઈ છે અને હવે મમતા બેનરજી આ કરી રહી છે. આના કારણે બંગાળ સહન કરી રહ્યું છે અને આ વર્તમાન પરિસ્થિતિ દેશ માટે ખતરનાક છે.
અહીંયા નોંધવું રહ્યું કે, મંગળવારે કોલકાત્તામાં થયેલી હિંસા બાદ મમતા બેનરજીએ કહ્યું હતું કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ ‘ભગવાન’ નથી, જેના અનુસંધાનમાં શિવસેના આ લેખ લખ્યો છે.

Related posts

यात्रियों तथा विमानों की सुरक्षा हमारी पहली प्राथमिकता : पुरी

aapnugujarat

ક્રૂનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોત પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા

aapnugujarat

પ્રધાનમંત્રીએ મુખ્ય માળખાગત ક્ષેત્રોની કામગીરીની સમીક્ષા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1