Aapnu Gujarat
Uncategorized

ભાવનગરમાં વિદ્યાર્થી ગાંજા સાથે ઝડપાયો

ભાવનગર શહેરની સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજમાં બી.બી.એમાં અભ્યાસ કરતા વિધાર્થી પાસેથી એસઓજી પોલીસને ગાંજો મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. જો કે સમગ્ર મામલે પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી તેની પાસેથી કુલ ૩૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતું. જો કે, આ પ્રકરણમાં તપાસનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે કારણ કે, વિદ્યાર્થીએ ગાંજાનો જથ્થો અમદાવાદથી મંગાવ્યો હતો, તેથી આ ગાંજો વિદ્યાર્થીઓને કોણ સપ્લાય કરતું હતું, તેની તપાસ માટે ભાવનગર પોલીસ અમદાવાદ પહોંચી છે. છેલ્લા કેટલાક સમયથી ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકના ધ્યાન પર આવ્યું હતું કે, ભાવનગર શહેર તથા જીલ્લામાં યુવાધન નશાના રવાડે ચડી પોતાની જીંદગી બરબાદ કરે છે અને ખાસ કરીને સારા ઘરના નબીરાઓ કે જેઓ સ્કુલ-કોલેજોમાં અભ્યાસ કરતા હોય. તેઓ નશાના રવાડે ચડી પોતાની જીંદગી પાયમાલ કરે છે. જે બાબતને ગંભીરતાથી લઇ એસ.ઓ.જી. શાખાને આ બાબતે ખાસ વોચમાં રાખી તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, મનન વિરલભાઇ શાહ નામનો વિદ્યાર્થી પોતાના એકટીવા સ્કુટરમાં ગાંજાનો જથ્થો લઇને રબ્બર ફેકટરીના પાછળના ભાગેથી નીકળનાર છે. જે બાતમીની હકિકત આધારે એસ.ઓ.જી. સ્ટાફે વોચ ગોઠવી હતી. એસઓજી સ્ટાફને વોચ દરમિયાન એકટીવા સ્કુટર આર.ટી.ઓ. રજી. નંબર જીજે-૦૪ સીજી-૪૫૪૩ સાથે મનનભાઇ વિરલભાઇ શાહ (ઉં.વ.૧૯)ને ઝડપી પાડ્‌યો હતો. જે દરમિયાન તેની પાસેથી ગાંજાના ૧૧ પેકેટ મળી આવ્યા હતા. જેથી એસઓજીની ટીમે ગાંજાના જથ્થા સહિત મોબાઇલ ફોન-૧, રોકડ રૂપિયા ૧૪૫૦, ડ્રાઇવીંગ લાયસન્સ તથા એકટીવા સ્કુટર મળી કુલ રૂપિયા ૩૫,૦૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મનનની ધરપકડ કરી હતી. આરોપી મનનની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં બી.બી.એમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તે તથા તેના મિત્રો ભેગા મળી ગાંજાના નશાના રવાડે ચડી ગયેલ હતા. જેથી અમદાવાદ ખાતેથી ઇ-પેમેન્ટ દ્વારા પૈસા મોકલી ગાંજાનો જથ્થો કુરીયર અને બસમાં પાર્સલની આડમાં બોક્સ પેકિંગ કરી મંગાવતા હતા અને મિત્રો ભેગા મળી ગાંજાનુ સેવન કરતા હતા. આમ આ કિસ્સો સમાજમાં લોકો માટે લાલબત્તી સમાન છે. હાલ તો ભાવનગર પોલીસ ગાંજાનું કુરીયર કરનાર આરોપી સુધી પહોંચવા માટે અમદાવાદ પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Related posts

पंत को खुद ही अपने आलोचकों को जवाब देना होगा : कपिल

aapnugujarat

पंत को निराश नहीं होना चाहिए : कपिल देव

aapnugujarat

શ્રી અખિલ સોરઠીયા પ્રજાપતિ સમાજનું અર્ધવાર્ષિક સંમેલન સંપન્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1