Aapnu Gujarat
ગુજરાત

અલ્પેશનું ધારાસભ્યપદ રદ્દ કરાવવા કોંગ્રેસના દંડક વિધાનસભા અધ્યક્ષને મળ્યા

કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય રદ્‌ કરવા માટે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી. એ પછી અધ્યક્ષે છ જેટલા વાંધા કાઢી ૧૫ દિવસમાં ખુલાસો કરવા કોંગ્રેસને જણાવ્યું હતું.
જોકે રજિસ્ટર એડીથી કે અન્ય કોઈ મારફત મોકલેલો પત્ર છ દિવસ થયા પછી પણ મળ્યો ન હોવાનો દાવો વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલે કર્યો છે. સાથે જ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ફરી વાર રજૂઆત કરી અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસની કાર્યવાહી તેજ કરી છે.
કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ વિધાનસભા અધ્યક્ષને મળ્યા હતાં. અને મળ્યા બાદ તેમણે કહ્યું હતું કે, ૮મેંએ મને મોકલેલી અરજી હજી સુધી મળી નથી. મહત્વની અરજીની નકલ મને મળી નથી અને અધ્યક્ષ દ્વારા આજે મને અરજીની નકલ આપવામાં આવી છે. ક્ષતિમાં પાના નંબર, એફિડેવિટના મુદ્દા હતા. પાના નંબર પર સહી, એફિડેવિટમાં તારીખ નથી.
અશ્વિન કોટવાલે વધુમાં જણાવ્યું હતું કે, આજે વિધાનસભાના સચિવ ડી.એમ પટેલને મળવા હું ગયો હતો. અને ભારતના બંધારણના કાયદા પ્રમાણે અલ્પેશ ઠકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની અરજી કરી હતી. આ અંગે અમે પ્રદેશ પ્રમુખ વિપક્ષ નેતા વિધાનસભા અધ્યક્ષને મળ્યા હતા. અને અમે અલ્પેશ વિરૂદ્ધ ધારાસભ્ય રદ્દ કરવા માટે કરેલ અરજીના આજે ૧૫ તારીખ થઈ સાત દિવસ વીતી ચુક્યા છે છતા અમને તેની નકલ મળી નથી.

Related posts

ઓપરેશનના દાવાની બાકી રકમ ગ્રાહક ફોરમે અપાવી

aapnugujarat

અમદાવાદમાં પાટીદારો દ્વારા કેસ પાછા ખેંચવા અને અન્ય મુદ્દાઓ સાથે બેઠક યોજાઈ

aapnugujarat

નારાજ મંત્રીઓને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા : HARDIK PATEL

editor

Leave a Comment

UA-96247877-1