Aapnu Gujarat
શિક્ષણ

વિદ્યાર્થીમાં ઉત્તમ કારકિર્દી માટે ફાયર ટેકનો એન્ડ સેફટીનો ક્રેઝ

વૈશ્વિકીકરણ અને ઔદ્યોગીકરણના કારણે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રીય કક્ષાનાં ઉદ્યોગો મોટા પ્રમાણમાં સ્થપાઈ રહ્યા છે. વિકાસનાં પંથે કૂચ કરી રહેલા ભારતમાં બાંધકામની પ્રવૃત્તિઓ પણ હવે ઝડપથી વિસ્તરી રહી છે ત્યારે આવા સંજાગોમાં સારામાં સારું મહેનતાણું અને સો ટકા ફાયર ટેકનોલોજી અને સેફટીનાં ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓ તત્પર બન્યા છે. આજના વિકસતા યુગમાં હવે ફાયર ટેકનોલોજી એન્ડ સેફટીના અભ્યાસની ડિમાન્ડ વધી છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ હવે ઉત્તમ કારકિર્દી માટે ફાયર ટેકનોલોજી એન્ડ સેફ્ટીનો ક્રેઝ વધ્યો છે અને આ ક્ષેત્ર તરફ વિદ્યાર્થીઓનો ઝોક વળ્યો છે. ધો.૧ર સાયન્સ પછી વિદ્યાર્થીઓને ફાયર ટેકનોલોજી એન્ડ સેફટીનાં ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી બનાવવાની તક ઉપલબ્ધ છે. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં ઓટોમોબાઈલ હબ તરીકે ઓળખાતા સાણંદ ખાતે આવેલી કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજી (સીએફટી) ભારતની એકમાત્ર એવી સંસ્થા છે કે જયાં વિદ્યાર્થીને ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી(ફાયર એન્ડ સેફ્ટી ) ડિગ્રી મળે છે, જે ગુજરાત માટે ગૌરવની વાત તો છે જ પરંતુ વિદ્યાર્થીઓ માટે પણ આ બહુ ઉમદા તક છે. ગુજરાતના કે ગુજરાત બહારના વિદ્યાર્થીઓને રહેવા માટે સંસ્થામાં હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે. ફાયર અને સેફટીના ક્ષેત્રમાં સો ટકા પ્લેસમેન્ટનો રેકોર્ડ ધરાવતી આ સંસ્થાની વધુ વિગતો તેની વેબસાઈટ કોલેજઓફફાયરટેકનોલોજી.કોમ પર પણ ઉપલબ્ધ છે. કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીનાં એડમિશન માટે ધો.૧ર સાયન્સમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. આ સંસ્થામાં પ્રવેશ માટે અરજી કર્યા બાદ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. એ ગ્રુપ અને બી ગ્રુપમાં ધો.૧ર સાયન્સ પાસ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થયા બાદ ઈન્ટરવ્યુની પક્રિયા ચાલે છે. કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજીમાં બી.એસસી(ફાયર એન્ડ સેફ્ટી ) માં એડમીશન માટે જે તે રાજયમાં માન્ય એજયુકેશન બોર્ડ ઉપરાંત સીબીએસઈનાં ધો.૧ર સાયન્સ પાસ વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. છેલ્લા ૧પ વર્ષથી કાર્યરત કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીમાં અત્યાર સુધીમાં ૧૮૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈને ભારત અને વિદેશમાં પ્રતિષ્ઠિત કંપનીઓમાં ફાયર અને સેફટી ઓફિસર તરીકે નોકરીએ લાગ્યા છે. કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીમાં ઉપલબ્ધ બી.એસસી(ફાયર એન્ડ સેફ્ટી )ની ડિગ્રીનો સમયગાળો ૩ વર્ષનો છે. સંસ્થાનું કેમ્પસ અત્યાધુનિક અને સારી આંતરમાળખાકીય સુવિધાઓથી સજજ છે. આ સંસ્થામાં ધો.૧૦ પછી જી.સી.વી.ટી (ગાંધીનગર) દ્વારા માન્યતા પ્રાપ્ત આઇટીઆ્રૂફાયરમેન)નો અભ્યાસ ક્રમ પણ ચલાવવામાં આવે છે. કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજી આઇએસઓ ૯૦૦૧-૨૦૧૫ પ્રમાણિત સંસ્થા છે. કોલેજ ગ્રેજયુએશન પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશની યુનીવસિર્ટીમાં એમએસસી કોર્ષમાં પ્રવેશ મેળવી શકાય છે અને રોજગારીની તકો ઉપલબ્ધ છે. આ કોલેજ એનએફપીએ (નેશનલ ફાયર પ્રોટેકશન એસોસીએશન-યુએસએ) અને આઇએફઇ (્‌ધ ઇન્સ્ટીટયુશન ઓફ ફાયર એન્જીનીયર્સ- યુકે) સાથે જોડાણ ધરાવે છે. તાજેતરમાંજ સંસ્થાને આઇઓએસએચ(ઇન્સ્ટીટયુશન ઓફ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ-યુકે)ની માન્યતા પ્રાપ્ત થઈ છે.

Related posts

ડી.પી.એસ. ઇસ્ટના શિક્ષકોએ ગાંધીજીના નિર્વાણ દિવસના ભાગ રૂપે રેંટીયો કાંત્યો

aapnugujarat

ગાંધીનગરમાં ૩૨૦૦૦ હજાર વિદ્યાર્થીઓ અનપઢ!

aapnugujarat

सीबीएसई के विद्यार्थियों की सुरक्षा की जिम्मेदारी डीईओ की रहेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1