Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ફેડરલ ફ્રન્ટ કોંગ્રેસને ડ્રાઇવર સીટ કોઇ કિંમતે નહીં આપે : ચંદ્રશેખર

લોકસભાની ચૂંટણી પૂર્ણ થવા આવી છે ત્યારે કેન્દ્રમાં સરકાર બનાવવા માટેની કવાયત તીવ્ર બની ગઈ છે. હવે ટીઆરએસે નવો સંકેત આપ્યો છે. ટીઆરએસે કહ્યું છે કે, ફેડરલ ફ્રન્ટ સરકારની રચના કરવા માટે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીનો ટેકો મેળવવા તૈયાર છે પરંતુ કોંગ્રેસ પાર્ટીને ડ્રાઇવર સીટ આપવામાં આવશે નહીં. ટીઆરએસના વડા અને તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે આ નિવેદન કરીને કોંગ્રેસ પાર્ટીની ચિંતા વધારી દીધી છે. ક્ષેત્રિય પક્ષો સાથે મળીને નવા ફેડરલ ફ્રન્ટની રચના કરવામાં આવી રહી છે. સરકારની રચના કરવા કોંગ્રેસ પાસેથી ટેકો મેળવવામાં રાવને કોઇ તકલીફ દેખાઈ રહી નથી જ્યાં સુધી કેન્દ્રની વાત છે. ફેડરલ ફ્રન્ટ કોંગ્રેસ પાર્ટીને ડ્રાઇવર સીટ આપવા માટે તૈયાર નથી. રાવે બિન કોંગ્રેસ અને બિન ભાજપ ક્ષેત્રિય પક્ષોથી બનીને એક ફેડરલ ફ્રન્ટની સરકાર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ગયા વર્ષ બાદથી તમામ પક્ષોને ભેગા કરવામાં આવી રહ્યા છે. ચંદ્રશેખર રાવના આ પ્રયાસને થોડાક સમય પહેલા ટેકો મળ્યો હતો પરંતુ હવે ભાજપ અને કોંગ્રેસ બંને માટે જટિલ સ્થિતિ સર્જવાનો સંકેત ટીઆરએસ તરફતી આપવામાં આવ્યો છે. ટીઆરએસના પ્રવક્તા અબીદ રસુલે કહ્યું છે કે, તેમની પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગઠબંધન સાથે કામ કરવા તૈયાર છે પરંતુ કોંગ્રેસને ડ્રાઇવર સીટ આપવા માટે તૈયાર નથી. કેસીઆર પોતાના નિવેદનને લઇને હંમેશા સ્પષ્ટ નિવેદન કરતા રહ્યા છે. તેમનું કહેવું છે કે, ડ્રાઇવર સીટ ફેડરલ ફ્રન્ટની પાસે રહેશે અને સરકાર ચલાવશે. રાવના આ નિવેદનથી નવી ગણતરી શરૂ થઇ ચુકી છે. સરકારની રચના કરવામાં કેટલીક સીટો ખુટશે તો બહારથી તેને ટેકો આપવા કોંગ્રેસના વિકલ્પ ઉપર વિચારણા કરવામાં આવશે પરંતુ સરકાર ફેડરલ ફ્રન્ટની રહેશે. કોંગ્રેસને બહારથી ટેકો આપવો પડશે. વડાપ્રધાનની પોસ્ટ ફેડરલ ફ્રન્ટના ઘટકો પૈકી કોઇ એક પાસે જવી જોઇએ. વડાપ્રધાન પદના ઉમેદવારની પસંદગી ઘટક પક્ષો વચ્ચે સર્વસંમતિથી લેવામાં આવશે. અમે કોંગ્રેસ સાથે વાતચીત માટે તૈયાર છે. સરકાર રચવા કોંગ્રેસ પાર્ટી ટેકો આપે છે કે કેમ તેમ જોવામાં આવશે. જો કોંગ્રેસ ટેકો આપશે તો અમને કોઇ વાંધો નથી પરંતુ કોંગ્રેસને ડ્રાઇવર સીટ કોઇ કિંમતે આપવામાં આવશે નહીં. ભાજપનો વિરોધ નિશ્ચિતપણે કરવામાં આવશે. ભાજપ પાસેથી ટેકો મેળવવા અથવા તો ટેકો લેવામાં આવશે નહીં. કેસીઆર સાથે મોટાભાગના ઘટકોની વાતચીત ચાલી રહી છે. તમામનો મત છે કે, ભાજપને ટેકો આપવો જોઇએ નહીં. સપા, બસપા, વાએસઆર, ડીએમકે અને ટીઆરએસ જેવા ક્ષેત્રિય પક્ષો ચૂંટણીમાં સારો દેખાવ કરશે તો સરકાર બનાવવામાં આવશે પરંતુ કોંગ્રેસ ૧૦૦ના આંકડાને પાર કરશે નહીં. જો કોંગ્રેસ પોતાનીરીતે ૧૮૦થી ૨૦૦ સીટ નહીં જીતે તો ડીએમકે જેવા તેના પક્ષો તેમની સાથે રહેવા માટે તૈયાર થશે નહીં.

Related posts

गुजरात चुनाव में वीवीपैट का इस्तेमाल को चुनाव आयोग तैयार

aapnugujarat

ગાજિયાબાદઃ ધોળેદિવસે બીજેપી નેતાઓ પર ગોળીઓનો વરસાદ, એકનું મોત

aapnugujarat

યોગીએ પ્રચારબંધીનો તોડ કાઢ્યોઃ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1