Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વારાણસીથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ અતીક અહમદ ચૂંટણી નહીં લડે

વારાણસીથી વડાપ્રધાન મોદી વિરૂદ્ધ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પૂર્વ સાંસદ અતીક અહમદે મેદાન છોડવાની વાત કરી છે. મીડિયાને આપેલ પત્રમાં અતીતે પેરોલ ન મળવાના કારણે ચૂંટણીમાંથી હટવાની વાત કરી છે. અતીકે સાથે-સાથે કહ્યું કે, તે કોઇ પણ ઉમેદવારને સમર્થન નહીં કરે.
અતીક અહમદે અપક્ષ ઉમેદવાર તરીકે આવેદન કર્યા બાદ ચૂંટણી પ્રચાર કરવા માટે પેરોલની અરજી કરી હતી. થોડા દિવસ પહેલાં સ્ઁ, સ્ન્છ કોર્ટ અને ત્યારબાદ હાઇકોર્ટે તેમની અરજી નકારી દીધી હતી. અતીકના ચૂંટણી એજન્ટ એડવોકેટ શહનવાજ આલમે રવિવારે અતીકનો નૈની જેલથી લખેલ પત્ર મીડિયાને સોંપ્યો હતો.
આ પત્રમાં ચૂંટણી મેદાનમાંથી હટવાની વાત કરી છે. પત્રમાં લખેલ છે કે, ભારતમાં લોકતંત્રના મૂળ ઘણા મજબૂત છે પરંતુ એવી વિચારધારાના લોકો પણ છે જે લોકતંત્રને ખતમ કરીને હિટલરશાહી લાવવા માગે છે. પત્રમાં મતદારો પાસે સાંપ્રદાયિક તાકાતને હરાવવાની અપીલ કરવામાં આવી છે.

Related posts

અટલજીનાં નિધન બાદ દેશમાં સાત દિવસનાં શોકની જાહેરાત

aapnugujarat

Heavy dust storm and lightning in UP, 19 died, 48 injured

aapnugujarat

आतंकियों का तीसरा सबसे बड़ा निशाना भारत ही है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1