Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં સરકારી નોકરીઓમાં ૩૫ હજારની થશે ભરતી

ગુજરાતમાં યુવાનો માટે ખુશખબર છે કેમ કે રાજ્ય સરકાર મોટા પાયે સરકારી નોકરીઓમાં ભરતી કરશે. રાજ્ય સરકાર વર્ષ ૨૦૧૯-૨૦માં વધુ ૩૫ હજાર સરકારી જગ્યા પર ભરતી કરશે. આ પૈકીની મોટા ભાગની જગાઓ શિક્ષકો અને પોલીસની હશે. ઉપરાંત બોર્ડ નિગમો અને ગ્રાન્ટેડ સંસ્થાઓને પણ ખાલી જગ્યા ઝડપી ભરવાની સૂચના અપાઈ છે.
ગુજરાતમાં ૨૦૧૮માં માત્ર ૧૫ હજાર જેટલી જગ્યાઓ ભરાતાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારે આચારસંહિતા ઊઠતાં જ પ્રક્રિયા શરૂ કરવા માટે ભરતી એજન્સીઓને તાકીદ કરી છે. રાજ્યમાં સરકારી આંકડા પ્રમાણે હજુ ૪.૧૬ લાખ શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે.રાજ્ય સરકારે ૨૦૧૪માં ૧૦ વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડીને સરકારમાં વિવિધ વર્ગમાં ૨.૫૩ લાખ જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. આ પૈકી છેલ્લા ૫ વર્ષમાં ૧.૧૮ લાખ જગ્યાઓ ભરાઇ છે.
સરકારે દર વર્ષે નિવૃત્તિની સામે ખાલી પડનારી જગ્યાઓને ધ્યાને લઇને કેલેન્ડર બહાર પડાયું હતું પણ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં ૫૦ ટકા જગ્યા પણ ભરાઇ નથી.બીજી તરફ યુવાનો પણ ખાનગીની સરખામણીએ સરકારી નોકરી પર પસંદગી ઉતારતા હોવાથી સરકારે ભરતી પ્રક્રિયામાં ઝડપ લાવવા ભરતી એજન્સીઓને સૂચના આપી છે.
રાજ્ય સરકારે પોલીસ, શિક્ષકો સહિત વર્ગ-૧થી૩ની ખાલી જગ્યાઓ ભરવા પ્રક્રિયા શરૂ કરીને ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં નિમણૂક પત્રો આપી દેવા જણાવ્યું છે.

Related posts

अहमदाबाद-मुंबई के बीच दौड़ सकती है तेजस ट्रेन

aapnugujarat

‘લાયન્સ કલબ પરિવાર દિયોદર’ દ્વારા પદગ્રહણ સમારોહ યોજાયો

aapnugujarat

दलितों पर अत्याचार के केस में पुलिस कमिशनर को पूरे मामले को देखने का आदेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1