Aapnu Gujarat
ગુજરાત

આણંદ લોકસભા બેઠક ધર્મજ બુથ નં-૮ પર ઉંચુ મતદાન થયું

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ૨૩મી એપ્રિલે થયું હતું, તેની સાથે આણંદ લોકસભા બેઠકોનું પણ ૨૩મી એપ્રિલે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી, પરંતુ ધર્મજ ગામના ૨૩૯-૮ નંબરના મતદાન મથક લોકસભાની ચુંટણી દરમ્યાન કેટલાક તત્વો દ્વારા ગેરરીતિ આચરાઇ હોવાની ચુંટણીપંચને ફરિયાદ મળી હતી. જેને ધ્યાને લઇને રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી ડો.એસ.મુરલી ક્રિષ્ણાએ લોકપ્રતિનીધિત્વ અધિનિયમની કલમ-૫૮(૨) હેઠળ આ મતદાન મથકની ચૂંટણી રદ કરી હતી અને અહીં ફેર ચૂંટણી યોજવાનો હુકમ કર્યો હતો. જેના અનુસંધાનમાં આજે ધર્મજ બુથ નંબર-૮ ખાતે ફેરમતદાન યોજાયું હતું. આણંદ લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં ધર્મજગામના ૨૩૯-૮ નંબરના મતદાન મથક પર ઉચુ મતદાન થયું હતું. આજે મતદાન દરમ્યાન બપોરના સમયે એક મહિલાને ચૂંટણી અધિકારીએ મતદાન કરતાં અટકાવતાં થોડીવાર માટે મામલો ગરમાયો હતો. કારણ કે, એક મહિલાના નામ જેવી જ બીજી મહિલા મતદાન કરવા આવી હોવાથી મતદાન થઇ ગયુ હોવાની ગેરસમજ ઉભી થઇ હતી. જો કે, ખરાઇ અને તપાસણી કર્યા બાદ ચૂંટણી અધિકારીએ સમગ્ર મામલો થાળે પાડયો હતો અને મતદાનની પ્રક્રિયા આગળ ધપાવી હતી. ધર્મજ બુથ નંબર-૮ હેઠળ આવતા મતદારોએ આજે ભારે ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કર્યું હતું. આ બુથ પર વિડીયોગ્રાફીને ધ્યાને લઈને કલેક્ટરે પુનઃમતદાનનો નિર્ણય કર્યો હતો. કારણ કે, અગાઉની વિડીયોગ્રાફીમાં એકની એક વ્યક્તિએ વારંવાર મતદાન કર્યુ હોવાનું ખુલ્યું હતું. જેને લઈને ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ મુખ્ય ચૂંટણીપંચને રજૂઆત કરી હતી.આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો.એસ.મુરલીક્રિષ્નાએ જણાવ્યું હતું કે, ધર્મજના મતદાન મથક અંગેની ફરિયાદમાં રિટર્નીંગ ઓફિસરનો અહેવાલ અને વેબ કાસ્ટિંગના ફૂટેજનો અભ્યાસ કર્યા બાદ પંચ દ્વારા પુનઃ મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં આજે લોકસભાની ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત આજે દેશભરમાં છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતુ ત્યારે ગુજરાતમાં પણ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગામ અને સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ધર્મજ ગામના ૨૩૯-૮ નંબરના મતદાન મથક ખાતે પુનઃ મતદાન યોજાયુ હતું. જેમાં સોજિત્રા વિધાનસભામાં સમાવિષ્ટ ધર્મજ- ૮ પર મતદાન યોજાયુ હતું. અહીં સવારથી જ ઉત્સાહી મતદાતાઓની લાઇન લાગી હતી. આજે આ બુથ પર ૮૦૦થી વધુ મતદારો ફરી વખત મતદાન કર્યું હતું. અગાઉ ચૂંટણીમાં ૬૯.૪૬ ટકા મતદાન થયું હતું. આજે તા.૧૨મી મેએ રવિવારની રજા હોવાછતાં સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા દરમ્યાન મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વના ઉત્સવને મનાવ્યો હતો.

Related posts

વડોદરાની કલેકટર ઓફિસનું સરનામું બે વર્ષ બાદ બદલાઈ જશે

aapnugujarat

भाजपा के ३ विधायक गुजरात सरकार की कार्यशैली से नाराज

aapnugujarat

રિવરફ્રન્ટ પર ફ્લોરફાઉન્ટેન બનાવવા માટે હિલચાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1