Aapnu Gujarat
ગુજરાત

રિવરફ્રન્ટ પર ફ્લોરફાઉન્ટેન બનાવવા માટે હિલચાલ

સાબરમતી રિવર ફ્રન્ટ હવે અમદાવાદ શહેરના લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ચુક્યું છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ ઉપર પહોંચે છે. ઘણા પરિવાર સાથે પણ પહોંચે છે. વહેલી સવારમાં અને મોડી સાંજે પણ લોકો પહોંચી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ફોટોગ્રાફી કરવાના હેતુસર પણ લોકો પહોંચી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટમાં નવા નવા આકર્ષણ ઉમેરવામાં આવી રહ્યા છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લોર ફાઉન્ટેઇન બનાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આઠ કરોડ રૂપિયાના ખર્ચ સાથે આ ફાઉન્ટેઇન તૈયાર કરાશે. ૧૮ મહિનાના ટૂંકાગાળામાં આનું કામ પૂર્ણ કરવા યોજના તૈયાર કરાઈ છે. આ ફ્‌લોર ફાઉન્ટેઈનની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ ફુવારામાં સેન્સર લગાવેલા હશે અને બાળકનો પગ પડવાની સાથે જ સેન્સરથી ઓટોમેટિક ફુવારા ચાલુ થશે. એકથી છ ફૂટ સુધી ઉંચા ઉડનારા આ ફુવારામાં બાળકો ભર ઉનાળે વરસાદમાં ભીંજવાનો અનેરો આનંદ માણી શકશે. ફુવારો તૈયાર કરવા માટેની કામગીરી હાથ ધરાઈ છે અને ૧૮ મહિનામાં નવીન ફુવારો તૈયાર થઈ જશે. ગુજરાતમાં પબ્લિક ગાર્ડનમાં આ પ્રકારનો ફાઉન્ટેઈન અમદાવાદમાં જ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. આ ફુવારાની આજુ બાજુ લીલાછમ ઘટાદાર વૃક્ષોની છાયામાં બાળકો, સિનિયર સિટીઝન તથા અન્યો માટે બેસવાની વ્યવસ્થા હશે. સાબરમતી નદી તરફના વિસ્તારમાં ૫૦થી વધુ લોકો બેસી શકે તે માટે અલગ ઝરૂખો બનાવાશે. સાબરમતી નદીના કિનારા પર સાંજે બેસીને નજારો નિહાળી શકે તે માટે આ પ્રકારના ઝરૂખા બનાવવાનું આયોજન કરાશે. મ્યુનિ. કરોડોના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટમાં નવા નવા આકર્ષણો ઉમેરાતા જાય છે તેમજ નાગરિકો માટે સુવિધા ડેવલપ કરવા માટે વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે છે.

Related posts

વેરાવળમાં ખારવા સમાજ દ્વારા રામાપીર બાપાની શોભાયાત્રા નીકાળાઈ

aapnugujarat

२५ को भगवान जगन्नाथजी की १४०वीं रथयात्रा निकलेगी

aapnugujarat

જે પાણી કે અન્ન માંગી શકતા નથી એવા મુંગા પશુપક્ષીઓ માટે બળબળતા ઉનાળામાં ખોરાક-પાણીનો પ્રબંધ કરવો એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા : વિધાનસભા અધ્યક્ષશ્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1